Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જામનગરમાં પરિણિતાએ ગળાફાંસો ખાઈ આયખું ટુંકાવ્‍યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: અહીં મકવાણા સોસાયટી શેરી નં.૧, ઓસીસ-ર એપાર્ટમેન્‍ટ ગ્રાઉન્‍ડ ફલોરમાં રહેતા  દિપકભાઈ નારાયણભાઈ રતીભાઈ પરીહાર, ઉ.વ.૩૧ એ સીટી ભસીભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯-૩-ર૦ર૩ના મરણજનાર કમલાબેન દિપકભાઈ નારાયણભાઈ પરીહાર, ઉ.વ.ર૯ એ કોઈ અગમ્‍યકારણોસર પોતાની જાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

જુગાર રમતા ચાર ઝડપાયા

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, ઉનની કંદોરી પાસે, મીલની દિવાલ પાસે આરોપીઓ હબીબભાઈ મુસાભાઈ ખફી, પ્રકાશભાઈ જેઠાભાઈ પરમાર, ધર્મેન્‍દ્રભાઈ મોહનલાલ કુંડલીયા, શબીરભાઈ અકબરઅલી ભારમલ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧ર,૬૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મયુરનગરમાં ચોર કલર ટીવી ચોરી ગયો

અહીં મયુરનગરમાં આવેલ પ્રજાપતિની વાડી પાસે રહેતી કાશીબેન રમણીકભાઈ દાશાણીએ સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ૧૭ ના રોજ કોઈ ચોર ઈસમ ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી કલર ટીવી તથા રોકડ રૂા પ હજાર તથા લકકી કિંમત રૂા. ૩૦૦ મળી કુલ રૂા. ૧૦૩૦૦ નો મુદામાલ ચોરી કરી લઈ ગયેલ છે.

બિમારી મહિલાનું મોત

અહીં મયુરનગર આઠ માળીયા આવસામાં ડી/ર, ૧૦રમાં રહેતા જગદીશ હરીભાઈ ધામેચા, ઉ.વ.પ૮વાળા એ સીટી સી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  માનસીબેન અક્ષય રમેશભાઈ ચૌહાણ, ઉ.વ.રપવાળાને છેલ્લા પાંચ વર્ષથી પરણિત હોય અને છેલ્લા ચાર વર્ષથી સાઈટીકા તેમજ શ્‍વાસની બીમારીથી પીડાતા હોય અને દિવસે ને દિવસે તેનું શરીર ગળતું જતું હોય આજરોજ સાંજના સાતેક વાગ્‍યાની આસપાસ જાહેર કરનારના રહેણાકે મરણજનાર તેની દિકરી માનસીબેનને બીમારી સબબ બેભાન થઈ જતા તેને સારવાર અર્થે જી.જી.હોસ્‍પિટલમાં લઈ જતા ડોકટરે તપાસી મરણ થયેલાનું જાહેર કરેલ છે

(1:38 pm IST)