Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જામનગરમાં રમાયેલ ધ હારમની લીગ(ટેનિસ બોલ) સ્‍પર્ધા યોજાઇ

જામનગરઃ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટસની સંસ્‍થા દ્વારા ધ હારમની લીગ ૨૦૨૩ સુમેર સ્‍પોર્ટસ કલબ ગ્રાઉનડ પર (ટેબલ ટેનિસ)- ૨૦૨૩નું આયોજન કરવામાં આવેલ જેમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશન, ઇન્‍ડિયન મેડિકલ એસોસિએશન, ઇન્‍ડિયન ડેન્‍ટલ એસોસિએશન, બાર એસોસિએશન, સુમેર સ્‍પોર્ટસ કલબ ટીમ, ચાર્ટર્ડ કલબ ટીમ, સેંટ્રલ જીએસટી ડિપાર્ટમેન્‍ટ, ઇનકમ ટેક્ષ ડિપાર્ટમેન્‍ટ, એલ.સી.બી. ટીમ, ચેંબર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી ટીમ, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટસ ઇલેવન તથા પત્રકાર મંડળ અને  એસ.જીએસટી ડિપાર્ટમેન્‍ટની ટિમોના સમર્થનથી ટોટલ ૧૨ ટીમએ ભાગ લીધેલ. આ ટુર્નામેન્‍ટ ડિજિટલ ટેકનોલોજી અવેરનેસના  ભાગરૂપે આયોજિત કરેલ. બ્રાન્‍ચના ચેરમેન સીએ પ્રતિક ચંદ્રા, વાઇસ ચેરમેન સીએ પ્રિતેશ મહેતા, સેક્રેટરી સીએ હરદીપસિંહ જાડેજા, ખજાનચી સીએ જયદીપ રાયમંગિયા, જામનગર બ્રાન્‍ચ ઓફ વિકાસના ચેરમેન સીએ મહમદ સફી કુરેશી અને ઇમિજીએટ પાસ્‍ટ ચેરપર્સન સીએ, દીપાબેન ગોસ્‍વામી તથા સંયોજકો તરીકે સીએ સુમિત ગોસરાણી, સીએ હેમલ મહેતા, સીએ પાર્ヘ મહેતા અને સીએ પ્રતિક અગરવાલ તથા અન્‍ય સીએ અને સીએના વિદ્યાર્થીઓએ સ્‍વયંસેવકો તરીકે જહેમત ઉઠાવી હતી. આ હારમની લગમાં જામનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વિજેતા અને સુમેર સ્‍પોર્ટસ કલબની ટીમ રનર્સ અપ થયેલ. તથા ૧૦ ટીમના ૧૩૨ ખેલાડીઓ પૈકી બેસ્‍ટ બેસ્‍ટમેન સુમિત ખટ્ટર, બેસ્‍ટ બોલર ડો.બ્રિજેશ અને બેસ્‍ટ ઓલ રાઉન્‍ડર તરીકે વિજય બાબરિયાને સન્‍માનીત કરેલ. આ હારમની લીગમાં જામનગરના લોકલાડીલા પૂર્વ ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ જાડેજા(હકુભા) અને જામનગર મહાનગર પાલીકાના કમિશ્નર શ્રી વિજય ખરાડી ઉપસ્‍થિત રહેલ

(1:37 pm IST)