Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જુનાગઢથી રાજકોટની આઠ ઇલેકટ્રીક -એસી એસટી બસ

સવારનાં ૭.૩૦ થી સાંજનાં પાંચ સુધીઃ ભાડુ ફકત રૂા.૧૫૦

(વિને જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૦: મુસાફર જનતાની સેવા માટે જુનાગઢથી રાજકોટની આઠ ઇલેકટ્રીક-એસી એસટી બસ શરૂ કરવામાં આવી છે.

‘સલામત સવારી એસટી અમારી' સૂત્રને વરેલ ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ દ્વારા મુસાફરોને સારી પરિવાહન સેવા મળી રહે તે માટે કટિબંધ છે.

વર્તમાન સમયમાં પર્યાવરણની જાળવણી થાય અને મુસાફરો ધુ આરામદાયક મુસાફરી કરી શકે તે માટે એસટી નિગમ દ્વારા ઇલેકટ્રીક-એસી બસનો પ્રારંભ કરાયો છે.

જૂનાગઢ એસ.ટી. નિગમના વિભાગીય નિયામક શ્રી શ્રીમાળીના માર્ગદર્શનમાં જુનાગઢ ખાતેથી એસ.ટી બસ આઠ જેટલી ઇલેકટ્રીક - એસી નવીનકોર બસ રાજકોટ જવા માટે શરૂ કરાયેલ છે.

એસ.ટી બસ સ્‍ટેન્‍ડ - જુનાગઢ ખાતેના બુકીંગ કર્લાક શ્રી નિલેશ પુરોહિતના જણાવ્‍યા મુજબ જુનાગઢથી રાજકોટ જવા માટે સવારથી સાંજ દરમ્‍યાન એસ.ટી.ની આઠક ઇલેકટ્રીક - એસી બસ સેવા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. જેનું મુસાફર દીઠ ભાડુ ફકત રૂા.૧૫૦ છે.

ઇલેકટ્રીક - એસી એસટી જુનાગઢ-રાજકોટનો સમય જુનાગઢ ખાતેથી ઉપાડવાનો સવારના ૭.૩૦, ૯, ૧૦, ૧૧.૩૦, ઉપરાંત બપોરના ૧૩ (૧) કલાકે ૧૪.૩૦, ૧૫.૩૦ અને સાંજના ૧૭.૦૦ કલાકનો છે.

આમ જુનાગઢથી રાજકોટ જવા મુસાફરોને એસટીની અદ્યતન  અને સુવિધાસભર આઠ ઇલેકટ્રીક-એસી.બસ મળી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડીઝલ વગેરેના ભાવ વધવા છતા એસ.ટી નિગમ દ્વારા ભાડામાં કોઇ પ્રકારનો વધારો કરવામાં આવ્‍યો નથી.

(1:36 pm IST)