Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કેશોદમાં ચકલી બચાવો અભિયાન અંર્તગત માળા અને પાણીનાં કુંડાનું રાહતદરે વિતરણ

(કિશોરભાઈ દેવાણી દ્વારા)  કેશોદ, તા.૨૦: વાઈલ્‍ડ કેર કન્‍જર્વેશન સોસાયટી દ્વારા કેશોદ શહેરમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીનાં માળા અને પાણીનાં કુંડા નું રાહતદરે વિતરણ કરવાનાં કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. ચકલીનાં માળા અને પાણીનાં કુંડાનાં વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કવિ યોગેશભાઈ વૈધ ડૉ. તોહલભાઈ તન્ના ડૉ ઈન્‍દુબેન જોષી,જગમાલભાઈ વાળા, ઘર્મિષ્ઠાબેન વાસણ, વિશાલ પાણખાણીયા  સહિતના નગરશ્રેષ્ઠીઓનાં હસ્‍તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્‍યો હતો. સ્‍વ. જીવાભાઈ નારણભાઈ વાસણ સ્‍વ જીવીબેન જીવાભાઈ વાસણ નાં સ્‍મરણાર્થે પરિવાર તરફથી મળેલ સહયોગથી રાહતદરે ચકલીનાં માળા અને પાણીનાં કુંડાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

કેશોદના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિવિધ પ્રવળતિઓ કરી ચકલીઓની સંખ્‍યામાં ઝડપથી થઈ રહેલ ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્‍યાનો અભાવ ખોરાકની ઉપલબ્‍ધતામાં ઘટાડો, ખેત ઉત્‍પાદનો ઉપર રહેલ ઝેરી રસાયણોનો છંટકાવ, બ્રીડીંગ ઓપર્ચ્‍યુનીટીમાં ઘટાડો, આડેધડ ઝાડવાઓનું નિકંદન અને શહેરી વિસ્‍તારનો ઝડપથી વધતો વ્‍યાપ ઈન્‍ટરનેટ અને મોબાઈલ ટીવીના ઓડિયો વિડીયો તરંગોના ઈલેક્‍ટ્રોમેગ્નેટીક રેડીયશન નાં કારણે લુપ્ત થતી ચકલીને બચાવવાં લોકો સુધી ઘર ઘર સુધી સંદેશો પહોંચાડી ‘નેસ્‍ટ હાઉસ' બનાવી ઘરમાં લગાવો,ઘરની અગાસી, બાલ્‍કની કે ફળીયામાં પાણીનું કૂંડું મુકો,બાજરી,  ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે ખોરાક માટે મુકો,દેશી અને ફળાઉ વળક્ષો વાવો,ખેતર-બગીચામાં કુદરતી વાડ કરો ની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામની વિવિધ સંસ્‍થાઓના અગ્રણી કાર્યકરો જગમાલભાઈ નંદાણિયા,ડૉ. તોહલભાઈ તન્ના ડો.ભગવાનજીભાઈ દેવળીયા,   ઋષિકેશભાઈ દવે, ડૉ.ભુપેન્‍દ્ર જોશી, પ્રવીણભાઈ પાઠક, રેવતુભા રાયજાદા, દિનેશભાઈ રાજા, જયદીપભાઈ ઝાંઝમેરિયા, પરેશભાઈ ત્રિવેદી, અર્જુનભાઈ પાઘડાર, વિનુભાઈ અગ્રાવત, જયંતભાઈ પંડ્‍યા, તુલસીભાઈ ટીટીયા, જિતુભાઈ ધોળકિયા, જિતુભાઈ પુરોહિત, નિશાંત પુરોહિત, ઘર્મિષ્ઠાબેન વાસણ  આર.પી. સોલંકી, મહાવીરસિંહ જાડેજા,વિ. પર્યાવરણ પ્રેમિઓ ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ.

 આ કાર્યક્રમમાં આશરે ૮૦૦ જેટલા માળા, ૪૦૦ જેટલા પાણી ના કુંડા તેમજ ૩૦૦ જેટલા બર્ડ ફિદરનું રાહત દરે વિતરણ કરવામાં આવેલ હતુ.

(2:58 pm IST)