Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

રવિવારના પવન સાથેના વરસાદથી માણાવદર, વિસાવદર, માળીયા હાટીના પંથકમાં નુકશાન

કેસર કેરી સહિતનો ખેતી પાક તહસનહસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૦ : રવિવારના પવન સાથેના કમોસમી વરસાદથી જૂનાગઢ જિલ્લાના માણાવદર, વિસાવદર અને માળીયાહાટીના સહિતના વિસ્‍તારોમાં કેસર કેરી સહિતનો ખેતી પાક તહસનહસ થઇ ગયો હતો.

માણાવદર પંથકમાં રવિવારની બપોરે મીની વાવાઝોઢા જેવો પવન ફુંકાતા અને કડાકા-ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ થયો હતો. ઓચિંતા આકાશમાંથી વરસાદી આફત આવતા ખેડૂતો અને જિનીંગ મિલના માલિકોમાં દોડધામ મચી ગઇ હતી.

રવિવારે ફરી વિસાવદર વિસ્‍તારમાં કમોસમી વરસાદ થયો હતો. જેના પરિણામે છાલડા સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ખેતીના પાકને નુકસાન થયું હતું.

આ ઉપરાંત માળીયા હાટીના તાલુકાના જલંધર સહિતના ગ્રામ્‍ય પંથકમાં અડધાથી એક ઇંચ વરસાદ થતા ખેડૂતોનાં મોઢા સુધી આવેલ કોળીયો ઝુટવાય ગયો હતો.

(1:35 pm IST)