Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સમાજમાંથી વ્‍યસનોને જાકારો આપવાની હાકલ કરતા પૂ. રમેશભાઇ ઓઝા

પોરબંદરમાં ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સિલ આયોજીત ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ઉજવણીઃ વાર્તાલાપ વિવિધ ક્ષેત્રના સેવાભાવિઓનું સન્‍માન

પોરબંદર તા. ર૦ :.. ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સીલ દ્વારા મા શ્રી લીરબાઇ આઇ તથા પુતિભાઇ પ્રેરિત પૂ. ભાઇશ્રીજી વ્‍યાસાસને ચાલતી ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અદિવસે શરૂઆતમાં જુદા જુદા ક્ષેત્રના સેભાવીઓ, તજજ્ઞો અને વિવિધ સમાજના આગેવાનોનું ભાઇશ્રીના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ પૂજય ભાઇશ્રીઓ આજના ભાગવત કથામૃતમાં શ્રી કૃષ્‍ણની વિવિધ લીલાઓનું પાન કરાવી શ્રોતાજનોને ભાવવિભોર કર્યા હતાં.

આ ભાગવત કથાની ધારાની સાથે પૂજય ભાઇશ્રીએ સમાજમાંથી વ્‍યસનોને જાકારો આપવા હાકલ કરી હતી.

ભાઇશ્રીની કથા વિરામ બાદ  ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સીલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાએ સુપ્રિમ કાઉન્‍સીલના અન્‍ય ઉપપ્રમુખોની કામગીરી સમજાવી હતી. ત્‍યારબાદ રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ભાગવત સપ્તાહમાં પોરબંદરના ધારાસભ્‍ય  અર્જુનભાઇ મોઢવાડીયા, પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

ભાગવત સપ્તાહમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, કુતિયાણાના ધારાસભ્‍ય કાંધલભાઇ જાડેજા અને પોરબંદર જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા, વિરમભાઇ કારાવદરા, આવડાભાઇ ઓડેદરા, અરશીભાઇ ખુંટી, સામતભાઇ ઓડેદરા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્‍થિતિ રહેવા પામી હતી. ભાગવત સપ્તાહ અંતર્ગત જ્ઞાનવર્ધક કાર્યક્રમ  અન્‍વયે ‘સ્‍વસ્‍થ જીવન અને આયુર્વેદ' વિષય પર ડો. હિતેશભાઇ જાનીનો વાર્તાલય હતો. રાત્રીના સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં લોકગાયક  રાજભા ગઢવી, લાખણસિંહ આંત્રોલીયા અને ધીરજ ઓડેદરાએ લોકસાહિત્‍ય અને ભજનોની જમાવટ કરી હતી. કાર્યક્રમને માણવા વિશાળ જનમેદની ઉમટી પડી હતી.

 

(2:54 pm IST)