Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબીના ધુળકોટ ગામે જુગાર રમતા ૮ પત્તાપ્રેમી પકડાયા : એલસીબીનો દરોડો

મોરબી સિવિલ હોસ્‍પિટલના ગેઇટ પાસે પત્તા ટીંચતા બે શખસો પોલીસની ઝપટે ચડી ગયા

તસ્‍વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૦ : મોરબીના ધુળકોટ ગામની સીમમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધા હતા.

મોરબી ᅠએલ.સી.બી. ટીમના પી આઈ ડી એમ ઢોલના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ કે જે ચૌહાણ અને પી એસ આઈ એન એચ ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્‍ટાફના ᅠભરતભાઇ જીલરીયા,દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે, ᅠધુળકોટ ગામની સીમમાં જુના કાચા માર્ગે વોકડામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જયાં જુગાર રમતા ઇરફાન ઉર્ફે કરીમ બશીરભાઇ બુખારી, સીદીક આમદભાઇ લકીરા, કાદર અબ્‍દુલભાઇ બુખારી, સલેમાન કાસમભાઇ કટીયા, વાલજી અરજણભાઇ પરમાર, દાઉદ ઇશાભાઇ ભટ્ટી, રવિદાસ બચુદાસ ચૌહાણ તથા વિપુલ શિવલાલભાઇ જાલરીયાને રોકડ રકમ ᅠ૧૭,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ મોરબી સીટી એ ડિવીઝીન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. એ સમયે સિવિલ હોસ્‍પિટલના ગેટ પાસે અકરમ હશનભાઇ સોલંકી અને સુભાષ પ્રભુદાસભાઇ મીરાણી નોટ નંબરીનો જુગાર રમતા મોરબી એ ડીવીઝન પોલીસે રોકડ રકમ રૂા. ૧૧૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:43 pm IST)