Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પોરબંદર સુદામાપુરીથી સાળંગપુરની એસ. ટી. બસ પુનઃ શરૂ કરવા કોંગ્રેસની રજુઆત

પોરબંદર તા. ર૦ : સુદામાપુરીથી  સાળંગપુર હનુમાન બંધ એસ.ટી. બસ પુનઃ શરૂ કરવા કોંગ્રેસ દ્વારા એસ.ટી.તંત્રમાં રજુઆત કરી છ.ે

કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયએ જુનાગઢ એસ.ટી. નિગમને કરેલી રજુઆતમાં જણાવ્‍યું છે કે સાળંગપુરમાં કષ્‍ટભંજન હનુમાનજીનું મંદિર આવેલુંછે અને સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતના હજારો લોકો ત્‍યાં દર્શનાર્થે જાય છે પોરબંદરથી પણ પુનમ અને અમાસ ભરવા મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ ત્‍યાં જતા હોય છે તેથી સાળંગપુર જવા પોરબંદરથી એસ.ટી. બસની સુવિધા શરૂ કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરી હતી. તેથી એસ.ટી. વિભાગ દ્વારા આ માંગણીને સ્‍વીકારાઇ હતી અને એસ.ટી. બસની સુવિધા જુલાઇ મહિનામાં શરૂ કરવામાં આવી હતી. જેમાં બસ બપોરે ૧ર-૧પ કલાકે પોરબંદરથી વાયા ઉપલેટા, ગોંડલ, જસદણ બોટાદ, પાળીયા થઇને સાળંગપુર જવા રવાના થઇ હતી અને સાળંગપુરથી સવારે ૬-૧પ કલાકે પોરબંદર આવવા માટે આ બસ પરત ફરશે તેથી વધુને વધુ લોકો આ બસ સેવાનો લાભ લે તેવી અપીલ થઇ હતી અને મોટી સંખ્‍યામાં શ્રધ્‍ધાળુઓ તેનો લાભ લેતા હતા.

 પોરબંદરથી કષ્‍ટભંજદનદાદાના ભકતોમાં સાળંગપુર એસ.ટી.બસ સુવિધાથી ખુશીની લાગણી જોવા મળીહતી ભકતોને દર્શન માટે જવુ હોય તો ખાનગી વાહનનો સહારો લેવો પડતો હતો અથવા બસો બદલાવીને જવુ પડતું હતું આ સુવિધા શરૂ થતા ખુશીની લાગણી જોવા મળી હતી પરંતુ માત્ર બે મહિનાના ટુંકા ગાળામાં જ આ સેવા બંધ કરી દેવામાં આવી હતી જેથી યાત્રાળુઓ અને હનુમાનભકતો ફરી મુશ્‍કેલીમાં મુકાઇ ગયા છે તેમ રામદેવભાઇ મોઢવાડીયાએ રજુઆતમાં જણાવાયું છે

(12:39 pm IST)