Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પોરબંદર જિલ્લામાં માવઠાથી પાકને થયેલા નુકસાનનો સર્વે કરાવીને વળતર ચુકવવા અર્જુનભાઇ મોઢવાડિયાની માગણી

પોરબંદર તા. ર૦ : જિલ્લામાં માવઠાંથી પાકને થયેલ નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને વળતર આપવા ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાએ માગણી કરી છે.

પોરબંદર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા પડેલ કમોસમી વરસાદ અને કરાના કારણે ખેડુતોના ઘાસચારા, ધાણા, જીરૂં., ઘઉંના તૈયાર પાક અનેઉનાળુ પાકના વાવેતર અને બાગાયતી સહિતના પાકને વ્‍યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે. પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડુતોને વળતર ચુકવવાની માંગ કરી છે. અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે કમોસમી વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં ખાસ કરીને બરડા વિસ્‍તાર અને રાણાવાવ તાલુકામાં ખેડુતોના ઉભા પાકમાં નુકસાન થયેલ છે. તેમજ બાગાયત પાકો અને પશુઓ માટેના ઘાસચારને પણ વ્‍યાપક નુકસાન થયેલ છે ખેડુતો પહેલાથી પોષણક્ષમ ભાવ ન મળવા સહિતની સમસ્‍યાઓથી પરેશાન છે.

આ કમોસમી વરસાદે ખેડુતો માટે પડયા ઉપર પાટા જેવી સ્‍થિતિ સર્જી છે અને ખેડુતો મુશ્‍કેલીમાં મુકાયા છે ત્‍યારે રાજય સરકારે થોડો પણ વિલંબ કર્યા વગર તાત્‍કાલીક ખેતરોમાં થયેલનુકશાનનું સર્વે કરાવી ઝડપી વળતર ચુકવવુ જોઇએ તેવી માગણી અર્જુનભાઇ મોઢવાડિયાએ કરી છ.ે

(12:37 pm IST)