Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

‘સેવ સોઇલ એન્‍ડ પાવર ઓફ કળષ્‍ણકુમારસિંહજી ગોહિલ' નામનું અભિયાન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૦ : કુષ્‍ણકુમારસિંહજી ગોહિલ દ્વારાં સ્‍કુલોમાં સેવ સોઇલનું  અભિયાન ચલાવવામાં આવી રહીયુ છે માટી બચાવીને સમગ્ર સળષ્ટિને બચાવી શકાય બસ આ હેતુસર ૨૫ વર્ષનાં કૃષ્‍ણકુમારસિંહજી એ બધાથી કંઈક અલગ વિચારીને માટી બચાવો અભિયાન શરૂ કર્યું છે. લોકોમા લોકજાગળતિ માટે જમીન બચાવો જીવસળષ્ટિ બચાવોને લઇને ૅસેવ સોઇલ અને કુષ્‍ણકુમારસિંહજીની શક્‍તિૅ નામનું અભિયાન ચલાવી રહ્યા છે જેના દ્વારા સંદેશ આપી દેશવાસીઓને જાગળત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરાત કૃષ્‍ણકુમારસિંહજી શાળાઓમાં છેલ્લા ચાર મહિનાથી બાળકોને માટી વિશે વિશેષ સમજાવીને તેના દ્વારા વિવિધ રમતો, પોસ્‍ટર , વાર્તાઓ , ચિત્રો દોરીને જાગળતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. બાળકોને માટી સાથે રમવું ખુબજ પસંદ છે બાળકોમાં રસ રૂચિ જાગે તે કારણે ૫૦૦૦થી વધુ માટીનાં રમકડાં બાળકોને પ્રવળત્તિ દ્વારા બનાવડાવી બાળકોની અંદર છુપાયેલી શકિત અને કલાકારીને બહાર કાઢી છે બાળકોને માટીના મૂલ્‍ય વિશે સમજાવી આવનારી પેઢીઓ માટે માટી બચાવવાનું ઉદાહરણ કુષ્‍ણકુમારસિંહજી પૂરું પાડયું છે કૃષ્‍ણકુમારસિંહજી કહે છે., હાલના સમયમાં દેશભરમાં જમીનની ફળદ્રુપતા ધીમેધીમે ઘટી રહી છે, જેને લીધે જમીનની શક્‍તિ અને તેમાં પાણીના સંગ્રહશક્‍તિ પણ ઘટાડો થઇ રહ્યા છે. લોકોએ ફરી પાછા કુદરતી દવાઓ અને કુદરતી ખાતર તરફ વળવું જોઈએ. જમીન ફળદ્રુપ  હશે તો માત્ર ખેડૂતો માટે જ નહી, પરંતુ માનવ આરોગ્‍ય માટે પણ લાભદાયક રહેશે. હાલમાં આધુનિક ખેતીમાં વાપરવામાં આવતા રાસાયણિક ખાતરોથી મબલખ પાક લઈ શકાય છે. પરંતુ તેનાથી જમીન અને પર્યાવરણને નુકશાન પહોંચે છે. આથી માટીને કુદરતી રહેવા દેવા અને રાસાયણિક ખાતરથી થતા અનાજથી જનજીવનને તેમજ પશુ-પક્ષીને થતી અસરથી બચાવવા ખુબજ જરૂરી છે.

(12:37 pm IST)