Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સાવરકુંડલા વિભાગીય પોલીસ કચેરી દ્વારા વિદેશી દારૂના જથ્‍થાનો નાશ

(દિપક પાંધી) સાવરકુંડલા : અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હીમકરસિંહની સૂચના મુજબ સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ અને વંડા પોલીસ સ્‍ટેશનમાં ગેરકાયદેસર પકડાયેલ   ઇંગ્‍લિશ દારૂના મુદ્દામાલના જથ્‍થાનો કોર્ટ માથી મંજૂરી મેળવી  મહુવા રોડ સાઈડ આવેલ લીલા પીર ની ધાર પાછળ ખુલ્લી સરકારી પડતર જગ્‍યામાં પ્રાંત અધિકારી ડી.એચ. ભાલાળા મેડમ સાવરકુંડલા  ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા, નિશાબંધી ખાતાના કલસરિયા, સાવરકુંડલા પી.આઇ. સોની, ઇન્‍ચાર્જ પી.આઇ.મોરી અને વંડા પી.એસ.આઇ.સેગલિયા સહિતના સ્‍ટાફ ની હાજરીમાં નગરપાલિકાના કર્મચારીઓ ને સાથે રાખી ઇંગ્‍લિશ દારૂની વિવિધ બ્રાન્‍ડ ની બોટલ નંગ ૩૧૬૭ જેની કિંમત ૮,૬૦,૦૦૦ ના મુદ્દામાલ નો  નાશ કરવામાં આવ્‍યો હતો.

(12:36 pm IST)