Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ઉપલેટામાં કારખાનામાં આગ પ્‍લાસ્‍ટિકનો કાચો માલ બળીને ખાખ

ઉપલેટા તા.૨૦: ધોરાજી રોડ ઉપર ડુમિયાણી ટોલ પ્‍લાઝા પાસે આવેલ ચંદન પ્‍લાસ્‍ટિક નામના કારખાનામાં અચાનક આગ લાગતા કારખાનાના ગ્રાઉન્‍ડમાં પડેલ પ્‍લાસ્‍ટિકનો કાચો માલ બળીને ખાખ થઇ ગયેલો હતો આ કારખાનામાં જયારે આગ લાગી ત્‍યારે ભાજપના આગેવાનો કિરીટ જાવ્‍યા, ભાવેશ સુવા, રવિ માકડીયા વગેરે ત્‍યાંથી પસાર થતા હતા તેઓએ તાત્‍કાલિક મામલતદારને જાણ કરતા ઉપલેટા અને ધોરાજીના ફાયર ફાઇટરોને તાત્‍કાલીક ઘટના સ્‍થળે પહોંચવા સૂચના આપતા ધોરાજી અને ઉપલેટા ફાયરોએ આગ કાબુમાંં લીધેલ હતી આ આગને કારણે સારુ એવું નુકશાન થયેલ છે. પરંતુ ચંદન પ્‍લાસ્‍ટિકના માલિક પટેલ વિપુલભાઇ પડદોયે આ અંગે પોલીસમાં કોઇ ફરિયાદ નોંધાવેલ નથી.

(12:36 pm IST)