Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ટંકારા ખાતે ટેકાના ભાવે ચણા, રાયડાની ખરીદી સેન્‍ટર

 (હર્ષદરાય કંસારા) ટંકારાઃ સરકારશ્રીના ટેકાના ભાવે ચણાᅠ અને રાયડાની ખરીદી સેન્‍ટરનો પ્રારંભ સાંસદ સભ્‍ય મોહનભાઈ કુંડારીયા એ કરાવેલ આ ઉદ્‌ઘાટન પ્રસંગમાં ગુજકોમાસોલના ડિરેક્‍ટર kribhcoના ડિરેક્‍ટર તથા રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ બેંકના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા તાલુકા પ્રમુખ પ્રભુભાઈ કામરીયા મોરબી યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગ્‍યા, કિરીટભાઈ અંદરપા ટંકારાના સરપંચ ગોરધનભાઈ ખોખાણી,ᅠ ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉપસ્‍થિત રહેલ ચણાનો ટેકાનો ભાવ એક મણના રૂપિયા ૧૦૬૭ રાખેલ છે તથા એક ખેડૂતના મહતમ ૧૨૫ મણ લેખે ચણા ખરીદવામાં આવશે ખરીદ કેન્‍દ્ર મોરબી રાજકોટ રોડ ઉપર ગીતા કોટન (ઉમા કોટન)માં રાખેલ છે ખરીદ કેન્‍દ્રનું સંચાલન ટંકારા સેવા સહકારી મંડળી લિ. તરફથી કરવામાં આવે છે તેમ મંડળીના સેક્રેટરી જીતુભાઈ ખોખાણી દ્વારા જણાવેલ છે.

(12:35 pm IST)