Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પોરબંદરની ભાવસિંહજી હોસ્‍પિટલની જર્જરિત હાલતઃ છતમાંથી વધુ એક પોપડુ ખર્યુ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ : સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલ બિલ્‍ડીંગ જર્જરિત બન્‍યુ છે. ગઇકાલે દાઝી ગયેલાઓના દર્દીના વોર્ડ પાસે છત ઉપરથી વધુ એક મોટુ પોપડુ ખરી ગયું હતું. પોપડુ ખરી પડતા કોઇને ઇજા થઇ નથી.

સરકારી હોસ્‍પિટલની દિવાલો જર્જરિત બની છે. અવાર-નવાર દર્દીઓ ઉપર પોપડા ખરે છે. ફરીયાદો મુજબ સરકારી હોસ્‍પિટલની મરામત માટે સમયાંતરે સરકાર દ્વારા ગ્રાન્‍ટ ફાળવણી કરાય છે. પરંતુ નબળા કામોને લીધે પોપડા ખરવાના બનાવો બને છ.ે

(12:35 pm IST)