Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબીમાં ઇન્‍સ્‍ટાગ્રામમાં સ્‍ટોરી મૂક્‍યા અંગે બે યુવકને ચાર શખ્‍સોએ મારમાર્યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૦ : મોરબીમાં ઈન્‍સ્‍ટાગ્રામમાં સ્‍ટોરી મુકવા બાબતે ડખ્‍ખો થતા કપિલા હનુમાનજીના મંદિર પાસે વાવડી રોડના નાકે ચાર શખ્‍સોએ બે યુવકને લાકડી અને લોખંડના પાઇપ વતી માર માર્યો હતો. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના મહેન્‍દ્રપરા શેરી ૭ માં રહેતા બસીરભાઈ યુસુફભાઈ શાહમદારે આરોપી વીશીપરા જલ જલા પાન પાસે રહેતા નવાબ ફત્તેમહમંદભાઈ કટીયા, બાબા સામતાણી, ᅠસાજીદ જેડા અને અશરફસોહિનભાઈ જેડા વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો મિત્ર વિપુલ રાજુભાઈ દેવસુર તેના પાડોશમાં રહે છે અને બસીરભાઈ તેને બચપણથી ઓળખે છે. બસીરભાઈ તથા તેમનો મિત્ર વિપુલ બંન્ને બસીરભાઈના ઘર બહાર બેસેલ હતા તેવામાં ઉકત ચારેય આરોપીઓ એક અલ્‍ટો કાર તથા બે મોટર સાયકલ વાહનો આવી રોડ ઉપર આવ્‍યા હતા અને છ માસ પહેલા મિત્રને ઈન્‍સટાગ્રામમાં સ્‍ટોરી મુકવા બાબતે તમો લોકોએ તેને માર મારેલ હતો' તેમ કહિ લોખંડની પાઈપ અને લાકડીથી હુમલો કરતા વિપુલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી બસીરભાઈ વચ્‍ચે પડ્‍યા હતા અને વિપુલને છોડાવવા જતા ચારેય આરોપીએ તેમને લાતો વડે ઢીંકા પાટુનો માર મારતા બસીરભાઈ પણ ઘાયલ થયા હતા.તેવામાં વિપુલે બુમાબુમ કરતા લોકો એકઠા થઈ જતા આરોપીઆઙ્ઘ ત્‍યાંથી જતા રહેલા અને જતા જતા કહ્યું હતું કે, તમે આજે તો બચી ગયા છો જો ફરીવાર સામા મળ્‍યા તો જાનથી મારી નાંખીશ' તેમ જણાવી ગાળો આપી પોતાના વાહનો લઈ ત્‍યાંથી જતા રહ્યા હતા.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(3:00 pm IST)