Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબીમાં સનાળા બ્રિજ પાસે કારે એકટીવાને ઉલાળતા મહિલાને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૦ : મોરબીમાં શનાળા બ્રિજ નજીક બેકાબૂ કારે એકટીવાને ટક્કર મારતા ચાલક મહિલાને ઈજા થઇ હતી.

મોરબીના આનંદનગરમાં રહેતા ભારતીબેન સંજયભાઈ ગોહિલે કાર ચાલક વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાના એકટીવા GJ-03-HC-9704 પર મોરબીમાં શનાળા બ્રિજ આગળ આનંદ નગર વિરાટ એક્‍સપ્રેસ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે આરોપી અલ્‍ટો કારના ચાલકે પોતાની કાર GJ-03-KP-9013ને પૂર ઝડપે રફતારની ગતિમાં હંકારી ભારતીબેનના એકટીવાને ટક્કર મારતા ભારતીબેન નીચે પડી જતા ઈજા પહોચી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:53 pm IST)