Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

અમદાવાદ ડિસ્‍ટ્રિકટ કોપરેટીવ બેંક ધોલેરા બ્રાન્‍ચમાં લોન ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવકનું હૃદય રોગથી મોત

વઢવાણ,તા. ૨૦ : હમણાં ગુજરાતમાં ઘણા દિવસોથી નાની ઉંમરના યુવાનોને હાર્ટ એટેક ના હુમલાઓ વધી રહ્યા છે.સુરેન્‍દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકામાં ફરજ બજાવતા છત્રપાલસિંહ ઝાલાના સગા કાકાના દીકરા અદિતસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા ઉંમર વર્ષ (૪૩) ગામ કારોલ તાલુકો લીંબડી તેઓ વર્ષો થી મામા ને ત્‍યાં ધંધુકાᅠ દરબાર સોસાયટીમાં રહેતા હતા તેઓ છેલ્લા ૨૦ વર્ષથી અમદાવાદ ડિસ્‍ટ્રિક્‍ટ કોપરેટીવ બેંક માં ફરજ બજાવતા હતા હાલમાં ધોલેરા બ્રાન્‍ચમાં લોન ઓફિસર તરીકે ફરજ બજાવતા તેમના પિતા સ્‍વર્ગવાસ પ્રદ્યુમનસિંહ વખતસિંહ ઝાલા રાજ સીતાપુર ખાતે હાઈસ્‍કૂલમાં શિક્ષક હતા તેઓ પરિમલ સોસાયટી દાળમિલ રોડ સુરેન્‍દ્રનગર બ્‍લોક નંબર ૧૧ માં રહેતા હતા અદિત સિંહ પ્રદ્યુમનસિંહ ઝાલાનું શુક્રવારના રોજ ધંધુકા ખાતે પોતાના નિવાસસ્‍થાને બાથરૂમમાં નહાતી વખતે સીવિયર હાર્ટ એટેક આવ્‍યો જેથી તેઓ બાથરૂમમાં જ અવસાન પામ્‍યા હતા તેઓનું ગામ (કારોલ) તાલુકો લીંબડી અને ચેર ગામના (ભાણુભા) મામા સ્‍વર્ગવાસ પ્રદીપસિંહ લક્ષ્મણદેવ સિંહ ચુડાસમા અને સ્‍વર્ગવાસ ભુપેન્‍દ્રસિંહ લક્ષ્મણદેવ સિંહના અદિતસિંહ સગા ભાણુભા થતા હતા સુરેન્‍દ્રનગર શહેરમાં રહેતા મિત્રો અને પરિવારજ નો અને તેમની સાથે રહેતા માતૃશ્રી ભારતીબા પ્રદ્યુમનસિંહ ઝાલા તેમજ મોસાળ પક્ષના દુઃખની લાગણી અનુભવેલ છે તેઓ વર્ષોથી ધંધુકા ખાતે રહેતા હોવાથી તેમના પાર્થિવ દેહને અગ્નિસંસ્‍કાર તેમના મોટાબાપુ ના દીકરા છત્રપાલસિંહ ઝાલા ના નાનાભાઈ હર્ષવર્ધનસિંહ જયેન્‍દ્રસિંહ ઝાલા ના હાથેᅠ ધંધુકા ખાતે કરવામાં આવેલો તેમજ સ્‍મશાન યાત્રામાં મોટી સંખ્‍યામાં ક્ષત્રિય સમાજના યુવાઓ અને વડીલો મોસાળ પક્ષના સગા વહાલા અને આજુબાજુ ના ગામડાના વડીલો અને યુવાઓ તેમજ મિત્ર વર્તુળો અને એડીસી બેંક નો સ્‍ટાફ જોડાયો હતો.

(11:57 am IST)