Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

માળીયામિંયાણામાં જુગાર રમતા ૬ પકડાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૨૦ : માળીયામિંયાણામાં જુના રેલ્‍વે સ્‍ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા ૬ ઈસમોની માળીયા પોલીસે ધરપકડ કરી હતી.

માળીયા પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે જુના રેલ્‍વે સ્‍ટેશન વાડા વિસ્‍તારમાં જાહેરમાં જુગાર રમતા ઇકબાલ હુશેનભાઇ જેડા, ઇકબાલભાઇ ઇશાકભાઇ મોવર, સિકંદર હનીફભાઇ ભટી, અજય નરભેશંકરભાઇ જોષી, રસીક શિવજીભાઇ ઠકકર અને ગુલામ ઇસાભાઇ માણેકને ૨૪૬૦૦ની કિમતના ૫ મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ૨૫૬૦૦ સહિત કુલ રૂપિયા ૫૦૨૦૦ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:56 am IST)