Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

‘દીકરીના લગ્ન લેશો તો પણ અમે ગામમાં જાન નહી આવવા દઇએ' તેવી ધમકી દેતા

ભાવનગરના ટીમાણામાં છેડતીના મુદ્દે જુથ અથડામણમાં ૧૨ને ઇજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૨૦ : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે ગઈ કાલે રાત્રિના આશરે આઠેક વાગ્‍યાના સમારે મકવાણા પરિવારના સભ્‍ય વચ્‍ચે સશસ્ત્ર અને છૂટા હાથની મારામારી થઈ હતી. મારામારી માં મહિલા અને પુરુષ મળી કુલ ૧૨ વ્‍યક્‍તિને નાની મોટી ઈજાઓ થઈ હતી. ૧૦૮ અને ખાનગી વાહનો દ્વારા તમામને તળાજા ની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. અહીંથી પાંચ વ્‍યક્‍તિને ભાવનગર વધુ સારવાર માટે મોકલી આપવામાં આવ્‍યા હતા.

તળાજા હોસ્‍પિટલ ખાતેથી બનાવો અંગે ઇજાગ્રસ્‍તો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવના કારણોમાં એક દીકરીની છેલ્લા કેટલાક સમયથી સતત છેડતી કરતા હોવાના કારણે ઠપકો દેતા મામલો બિચકયો હતો. દીકરીના પરિવારજનો એ જણાવ્‍યું હતું કે દીકરીના લગ્ન લેશો તો પણ અમે ગામમાં જાન નહીં આવવા દઈએ ત્‍યાં સુધી ની દાદાગીરી કરતા હતા.

સામે પક્ષનાએ જણાવ્‍યું હતું કે અમોને સમાધાન માટે બોલાવ્‍યા હતા. અને સામા પક્ષે હુમલો કર્યો હતો. જોકે પક્ષે પણ સ્‍વીકાર્યું હતું કે યુવક અને યુવતીના સંબંધોને લઈને આ મારામારી ની ઘટના થઈ હતી.તળાજા ૧૦૮ ના પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ અને ઇએમટી હરેશ જાની દ્વારા હોસ્‍પિલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

આ બનાવમાં હરિભાઈ બાલાભાઇ મકવાણા ૫૦ વર્ષ, ભારતીબેન પ્રવીણભાઈ મકવાના ૩૨, પ્રવીણભાઈ ભુપતભાઇ મકવાણા ૩૩, હર્ષદભાઈ જીતુભાઇ મકવાણા ૨૯, મનશુખભાઈ કાળુભાઇ મકવાના - ૩૪, રિમુબેન જીતુભાઇ મકવાણા ૬૦, ભરતભાઈ ગોબરભાઇ મકવાણાᅠ ૩૦, ગોબરભાઈ નાનજી ભાઈ મકવાણા ૫૫, શક્‍તિભાઈ ધનજીભાઈ મકવાણા ૧૭, ધનજીભાઇ સવજીભાઈ મકવાણા ૩૯, અશોકભાઈ સવજી ભાઈ મકવાણા ૩૫, ઉર્મિલાબેન અશોકભાઈ મકવાણા ૨૨ને ઇજા થઇ હતી.

સૂત્રોએ જણાવ્‍યું હતુંકે જે છોકરી ને પરેશાન કરવામાં આવતી હતી તે સગીર છે.તેને હમીપરા ગામનો યુવક પરેશાન કરતો હતો.મોબાઈલ પણ આપેલ હતો.છોકરી ને બીજે પરણાવશો તો ગામમાં જાન નહીં આવવા દે તેવી પણ ધમકી આપતા હતા. પોલીસે આ બાબતે ગંભીરતા દાખવીને ઘટનાના મૂળ સુધી જઈ છોકરીની છેડતી કરનારને પણ કાયદાનું ભાન કરાવવું રહ્યું.

(11:55 am IST)