Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

બગસરા પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરી બજારમાં અડચણરૂપ વાહન તથા બોર્ડ હટાવાયા

(સમીર વિરાણી દ્વારા) બગસરામાં બગસરા,તા. ૨૦: પોલીસ દ્વારા મેઇન બજાર તથા ગોંડલીયા ચોક હોસ્‍પિટલ રોડ વિજય ચોક સ્‍ટેશન રોડ સહિતના વિસ્‍તારોમાં નવનિયુક્‍ત પીઆઇ ગીડા દ્વારા બજારોમાં અડચણરૂપ વાહનો તથા ગેરકાયદેસર રીતે સાઈન બોર્ડ બનાવી જાહેર રસ્‍તા ઉપર દબાણ કરતા હોય તેવા લોકોને વોર્નિંગ આપી હવે પછી આ બોર્ડ ન રાખવા અને રાખવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્‍યું હતું બગસરા પોલીસ સ્‍ટાફ સાથે સમગ્ર બગસરાની બજારોમાં અડચણરૂપ વાહનો આડેધડ પાર્કિંગ કરતા હોય તેવા લોકોને તથા સાઈન બોર્ડ બનાવીને રોડની વચ્‍ચે રાખી ટ્રાફિક સમસ્‍યા ઉભી કરતા હોય તેવા લોકોને વોર્નિંગ આપી હવે પછી આવું કરવામાં આવશે તો કડક થી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ હતું.

(11:53 am IST)