Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

લાઠીના દુધાળામાં પૂર્વ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે

આગામી રવિવારે રાજયપાલની ઉપસ્‍થિતીમાં ‘પદ્મશ્રી' સવજીભાઇ ધોળકીયા પરિવાર દ્વારા ડેમનું ભૂમિપૂજન

(વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા. ૨૦: લાઠીના પંચગંગા ખાતે રવિવારે ભારતના ૧૪ મહામાહિમ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાત રાજયના મહામહિમા આચાર્ય દેવવ્રતજી ૨૬ને રવિવારે લાઠી તાલુકા ના દુધાળા હેતની હવેલી ખાતે પધારશે ડેમનું ભૂમિ પૂજન અને ૨૫ થી વધુ ગ્રામ્‍ય અગ્રણી ઓ સાથે જળ બચાવો પ્રાકૃતિક ખેતી અને વિકાસ અંગે ગોષ્ટિ કરશે દેશ ભર માંથી ૧૫ થી વધુ પદ્મશ્રી અને પદ્મવિભૂષણ પ્રબુદ્ધ સારસ્‍વતશ્રીઓની પ્રેરક ઉપસ્‍થિતિ માં ડેમ નિર્માણનું ભૂમિ પૂજન કરાશે રાષ્ટ્રપતિ અને મહામાહિમ પર્યાવરણ પ્રકૃતિ અને જળ બચાવો પ્રાકૃતિક કૃષિ સહિતના વિષયે હેતની હવેલી ખાતે ગ્રામ્‍ય અગ્રણી ઓ સાથે વિચાર ગોષ્ટિ યોજાશે હરેકૃષ્‍ણ એક્‍સપોર્ટના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પરિવાર દ્વારા પંચગંગા સરોવર નું નિરીક્ષણ ભ્રમણ કરાશે ધોળકિયા ફાઉન્‍ડેશન દ્વારા ગ્રામ વિકાસને વેગવંતુ બનાવવા ઉત્તમ આયોજનોમાં દેશના ૧૫ થી વધુ પદ્મશ્રી ઓ ૨ પદ્મવિભૂષણ સારસ્‍વત શ્રી ઓ પ્રબુદ્ધની પ્રેરક ઉપસ્‍થિતિમાં ડેમનું ભૂમિ પૂજન સહિત પ્રાકૃતિક કૃષિ જળ બચાવો સહિતના વિષયે સ્‍થાનિક ગ્રામ્‍ય અગ્રણી ઓ સાથે પરામર્શ ગોષ્ટિ યોજાશે

(11:53 am IST)