Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કેશોદ તાલુકાના ખમીદાણા ગામે સોલંકી પરિવાર દ્વારા ચક્ષુદાન

    (સંજય દેવાણી દ્વારા)કેશોદ,તા.૧૮ : કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં રહેતા સ્‍વ.મણીબેન કરશનભાઈ સોલંકી  ઉ.વર્ષ.૮૨નું  તા.૧૬.૦૩.૨૦૨૩ ને ગુરુવારે દુઃખદ અવસાન થયેલ છે.

 આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સદગતનું ચક્ષુદાન કરવાના સદવિચારને આરેણા સ્‍થિત શિવમ્‌ ચક્ષુદાન સલાહકેંદ્ર સામે મુકેલ.

   આથી નેત્ર કલેક્‍શન માટે માંગરોળના શુભ કંસ્‍ટ્રક્‍શનના સ્‍થાપક હરદાસભાઈ બારડ કે જેઓ ચક્ષુદાતા મણીબેનના જમાઈ થાય છે.તેમજ લોએજ ગામના વતની અને હાલ અધ્‍યારુ હોસ્‍પિટલમાં ફરજ બજાવતા રાજેશભાઈ સોલંકી દ્વારા રાત્રે ૨:૪૫ વાગ્‍યે સદગતના નેત્રનું કલેક્‍શન અને સ્‍વિકાર કરેલ.આ સમયે ગામના આગેવાનો, કુટુંબીજનો તેમજ સ્‍વ.મણીબેનના બંન્ને પુત્રો હમીરભાઈ અને ભીખાભાઈ ઉપસ્‍થિત રહી સહકાર આપેલ.સ્‍વ.મણીબેનના સુપુત્ર હમીરભાઈ ખેતીકામના વ્‍યવસાય સાથે જોડાયેલ છે.સાથે સાથે તેઓ પર્યાવરણપ્રેમી અને પક્ષી પ્રેમી છે, તેઓ જીવદયા પ્રત્‍યે ખુબ જ જાગળત છે.

 આરેણા ગામના અરસીભાઈ વાળા દ્વારા સ્‍વર્ગસ્‍થના બંન્ને ચક્ષુ ડૉ.થાનકીની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્‍પિટલ વેરાવળ, પહોંચાડવામાં આવ્‍યાં છે.

(11:50 am IST)