Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પાટડી તાલુકાના મોટી મજેઠી ગામ પાસે બાઇક ચાલકનું મોત

રાત્રે ચોકીદારી કરવા જતા હતા ત્‍યારે બનેલો અકસ્‍માત

વઢવાણ તા. ૨૦ : મોટી મજેઠી ગામે રહેતા લખમણભાઈ કરમણભાઈ રાતડીયા હાઈવે ઉપર આવેલ રાધે હોટલમાં ચોકીપણુ કરતા હતા. ચાર દિવસ પહેલા રાત્રે તેઓ તેમનું બાઈક લઈને નોકરીએ જતા હતા ત્‍યારે હાઈવે ઉપર મજેઠી ચેકપોસ્‍ટ પાસે પાછળથી બેફામ ઝડપે આવતા અજાણ્‍યા ફોરવ્‍હીલ વાહન ચાલકે તેમના બાઈકને ટક્કર મારતા લખમણભાઈ રોડ ઉપર પટકાયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. વિરમગામની શિવ હોસ્‍પીટલમાં તેમનું સારવાર દરમ્‍યાન મોત નિપજેલ હતું.

આ અંગે મરનારના ભાઈ છેલાભાઈ રાતડીયાએ બજાણા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્‍યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે

(11:43 am IST)