Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

વાંકાનેર સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમે પૂ. હરીચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્‍યતિથીએ સેવા કાર્ય-ભાવવંદના

ગોંડલ રામજી મંદિરના મહંત શ્રી જયરામદાસજી મહારાજના આર્શિવચન સાથે સાથે અંધ-અપંગ ગૌશાળાની ગૌમાતને લાડુ તથા ગાયત્રી-વાત્‍સલ્‍ય સંસ્‍કાર (સ્‍કુલ)ના બાળકોને બટુક ભોજન, મહા રકતદાન કેમ્‍પ, હનુમાન ચાલીસાના સમુહ પાઠ, મહાઆરતી, ભંડારો સહિતના કાર્યક્રમોની ભાવવંદના સાથે ઉજવણી કરાઇ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર૦ :.. અત્રેના રાજકોટ રોડ પર આવેલ શ્રી સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમ ખાતે મહામંડલેશ્વર ૧૦૦૮ સદ્‌્‌ગુરૂ પ.પૂ. શ્રી હરીચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્‍યતિથી અનેકવિધ સેવા કાર્ય થકી ભકિતભાવ સાથે ઉજવાઇ હતી.

જેમાં અત્રેના ગાયત્‍શી શકિતપીઠ ખાતે આવેલ શ્રી વાસ્‍તલ્‍ય સંસ્‍કારધામના બાળકો તેમજ ત્‍યાંના આસપાસના બાળકો માટે બટુક ભોજન તેમજ અંધ-અપંગ ગૌશાળાની અંધ-અપંગ ગૌમાતાને લાડુ (પ્રસાદ) તથા પુજય ગુરૂદેવના પ્રિય શ્રી હનુમાન ચાલીસના  સમુહ પાઠ તેમજ આશ્રમ ખાતે જ મહા રકતદાન કેમ્‍પમાં ૩૬ (છત્રીસ) લોકોએ રકતદાન કરી પૂ. બાપુની પુણ્‍યતિથીની ઉજવણીમાં સહભાગી બન્‍યા હતાં.આ ઉપરાંત શ્રી હનુમાન ચાલીસાના સમુહપાઠ તેમજ મહાઆરતી તથા ભંડારા (પ્રસાદ)માં મોટી સંખ્‍યામાં સદ્‌્‌ગુરૂ શિષ્‍ય પરિવારો ઉપસ્‍થિત રહ્યા હતાં. ઉપરાંત સંતો-મહંતો તથા વેદમાતા ગાયત્રી પરિવારના સભ્‍યો (ભુદેવો) બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થીત રહ્યા હતાં.ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સદ્‌્‌ગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્‍ટીઓ તેમજ શિષ્‍ય પરિવારના ભાઇઓ-બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(11:42 am IST)