Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જગતના તાતની પીડાઃ લાઠી - બાબરા તાલુકામાં પવનચકકીના નામે દાદાગીરી સામે ઠુંમરની મુખ્‍યમંત્રી સમક્ષ રજૂઆતઃ મહામાહિમના પ્રાકળતિક કળષિ અભિયાન કેમ સાધી શકાય ? અનેક મોર મોતને ઘાટ ઉતર્યા છે !

(વિમલ  ઠાકર દ્વારા) દામનગર, તા. ર૦ :  લાઠી બાબરા તાલુકામાં પવનચકકીના નામે  ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવે છે. ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે. ઉભા પાકને નુકશાન કરવામાં આવે છે. ખેડુતોના ખેતરનાં પાળા તોડી નાખવામાં આવે છે ગૌચરમાં પણ આડેધડ પવનચકકી ઉભી કરવામાં આવે છે. આ બાબતે પૂર્વ ધારાસભ્‍ય તરીકે જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિમાં અનેક રજુઆતો કરી  છતાં પરીણામ શુન્‍ય છે તેમ વિરજીભાઈ ઠુંમર એક નિવેદનમાં જણાવી. આ પવનચકકીના કારણે અનેક રાષ્‍ટ્રીય પક્ષી મોર મોતને ઘાટ ઉતર્યા છે. તેમ ઉમર્યુ છે.

ફોરેસ્‍ટ  વિભાગ કોઇ જાતની ફરીયાદ કરતા નથી ટૂંકમાં તંત્રના કારણે આ વિસ્‍તારના ખેડૂતો તેમજ રહીશો અનેક મુશ્‍કેલી ભોગવી રહ્યા છે.

 લાઠીના હરસુરપુર દેવળીયા ગામે ખેડુતોની માલિકી માં ગેરકાયદે પ્રવેશી બળજબરી થી તેમના ખેતરમાં જઈ જુના વળક્ષ તેમજ ખેડુતોની વાડ તોડીને નુકશાન કરેલ છે. ખેતરમાં કામ કરતા મજુરો દ્વારા પોલીસ સ્‍ટેશન તેમજ જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવા છતા કોઇ પગલા લેવાતા નથી ઉદ્યોગો આવવા જોઇએ પણ મહામુલી ખેતીના ભોગે તેમજ આ વિસ્‍તારના રહીશોને હેરાન પરેશાન કરીને પોતાની વ્‍યક્‍તિગત કમાણી માટે દાદાગીરી કરીને જાહેર રસ્‍તાઓ, નદી, ચેકડેમ તેમજ સરકારી મિલકત અને ખેડુતોની કિંમતી જમીનને નુકશાન કરીને આ પ્રકારના ઉદ્યોગો લાવવાના નામે અનેક પરેશાની આ વિસ્‍તારના લોકો ભોગવી રહ્યા છે.

હાલ આ વિસ્‍તારમાં પવનચકકીની જાળુ થઈ ગઈ ગયુ છે અનેક પવનચકકી ઉભી થવાને કારણે ખેડુતોના ખેતીના ઉભા પાક ને તેમજ એનવાઇમેન્‍ટ ને ન કલ્‍પી શકાય તેવું નુકશાન થઈ રહ્યુ છે. સરકારને અપીલ છે કે પવનચકકીનો નામે રસ્‍તાઓ દબાવી રહ્યા છે વિજપોલ ઉભા કરી દીધા છે.સ્‍થાનીક અધિકારી કર્મચારી  નિયમ પ્રમાણે કાર્યવાહી કરે તો તેમને પણ પરેશાની ભોગવી પડે છે તો રાજ્‍ય સરકારની કોઇ ટીમ બનાવીને પવનચકકીના કારણે વિસ્‍તારને થતી નુકશાની તેમજ રાજયને આ પવનચકકીના કારણે શું ફાયદો થાય છે તેનો શ્વેત પત્ર બહાર પાડી ખરેખર નુકશાન થતુ હોય તો તાત્‍કાલીક અસરથી આ પવનચકકીની કાર્યવાહી અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી યોગ્‍ય નિર્ણય થાય અને પ્રાકળતિક ખેતી માટે સરકારની યોજના અને ગવર્નર જે કાર્યક્રમો કરે છે તેનો લક્ષ સાધી શકાય તે અંગે સુખદ અને યોગ્‍ય કાર્યવાહી કરવા માટે વિરજીભાઇ ઠુંમરે રજુઆત કરી હતી

(11:36 am IST)