Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ધોરાજી ખાતે સરકારી પોલીટેકનીક શરૂ કરવા લોકોની માંગ

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી તા.૨૦ : ધોરાજી શિક્ષણ નગરી તરીકે વિકસીત થઈ રહયૂ છે. ત્‍યારે ધોરાજી પંથકમાં સરકારી પોલીટેકનીક ન હોવાથી વિધાથી ઓને દૂર અભ્‍યાસ કરવા માટે જવૂ પડે છે સ્‍થાનીક તથા આજુબાજુના જામકંડોરણા, ઉપલેટા સહિતના તાલુકા ના વિધાથી ઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ધોરાજી માં સરકારી પોલીટેકનીક શરૂ કરવા લોક માંગ ઉઠવા પામી છે.

આ અંગે સ્‍થાનીક લોકો એ જણાવ્‍યું હતું કે  ધોરણ ૧૧/ ૧૨ સાયન્‍સમાં ભણતા વિદ્યાર્થી એન્‍જિનિયરિંગમાં જવા માટે, પોતાની સ્‍કિલમાં વધારો થાય તેમ જ મેરીટમાં અમુક માર્ક્‍સ ઉમેરાય તે માટે ટેકનિકલ હાઈસ્‍કૂલમાં અમુક વિષય ભણવા આવતા હતા, પરંતુ કાળક્રમે હવે NEET અને થ્‍ચ્‍ચ્‍ આવતા આવા ટેકનિકલ હાઇસ્‍કુલોની કોઈ ઔચિત્‍ય રહેલ હોય એવું જણાતું નથી અને મોટાભાગે તેઓ બંધ હાલતમાં હોય છે.

ધોરાજીમાં સરકારી ટેકનીકલ હાઈસ્‍કૂલની વિશાળ બિલ્‍ડિંગ આવેલ છે આ બિલ્‍ડીંગમાં આસપાસના વિસ્‍તારના વિદ્યાર્થીઓના હિતમાં જો સરકારી પોલીટેકનીકના રૂપે અપગ્રેડ કરવામાં સરકારી પોલીટેકનીક શરૂ કરવા મા આવે તો આસપાસના વિદ્યાર્થીઓને ટેક્રીકલ શીક્ષણ ક્ષેત્રે મોટો લાભ મળી શકે તેમ છે

ધોરાજીની આસપાસ ઉપલેટા, જામજોધપુર, જામકંડોરણા, વિગેરે વિસ્‍તાર માં સરકારી પોલીટેકનીક આવેલ નથી જેથી  રાજકોટની પ્રાઇવેટ પોલિટેકનિકોમાં એડમિશન લેવું પડે છે.જેથી સરકાર દ્વારા ધોરાજી ખાતે ની ટેકનિકલ હાઈસ્‍કૂલ જો પોલિટેકનિકમાં અપગ્રેડ કરવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓને તેનો સીધો ફાયદો મળી શકે તેમ છે. સરકાર દ્વારા ધોરાજી ખાતે સરકારી પોલીટેકનીક શરૂ કરવાનો  નિર્ણય લેવામાં આવે તો સરકારને પણ કોઈ મોટો ખર્ચ આવે તેમ નથી કારણ કે ધોરાજી માં ટેકનીકલ હાઈસ્‍કૂલની  વિશાળ બિલ્‍ડીંગ ખૂબ જ સારી હાલતમાં જણાયેલ છે જમીન અથવા બિલ્‍ડીંગ નો ખર્ચો નહિવત છે સાથે સાથે આસપાસની સંસ્‍થાઓમાંથી પ્રોફેસર પણ મળી શકે તેમ છે. માટે માત્ર ઇક્‍વિપમેન્‍ટ ફર્નિચર વગેરેનો ખર્ચ આવી શકે છે તો ધોરાજી ખાતેની ટેકનિકલ હાઈસ્‍કૂલ સરકારી પોલીટેકનિકમાં અપગ્રેડ થાય તે વહેલી તકે સરકારી પોલીટેકનીક શરૂ કરવા લોક માંગ ઉઠવા પામી છે. આ મામલે સ્‍થાનીક લોકો દ્વારા ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવનાર છે

(11:44 am IST)