Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સુત્રાપાડા બંદરમાં ગેરકાયદેસર ધુસણખોરી રોકવા રજૂઆત

પ્રભાસ પાટણ  : સુત્રાપાડા બંદર અને કદવાર ગામની વચ્‍ચે દરીયા કિનારે કંડલા કોલોની નામની બિનકાયદેસર રહેણાંક વિસ્‍તાર આવેલ છે. હાલમાં સરકાર દ્વારા અન્‍ય બંદરોમાંથી બિન કાયદેસર માછીમાર કરતા લોકોને હટાવવામાં આવી રહેલ છે તે રીતે સુત્રાપાડા બંદરની બાજુમાં રહેતા લોકોને હટાવવામાં જરૂરી છે બાકી આવનારાં દિવસોમાં બંદરના લોકોને રહેવુ મુશ્‍કેલ બનશે. આ જગ્‍યા દરીયા કિનારે અવારૂ જગ્‍યા છે આ વિસ્‍તારના ભૂતકાળમાં બિન કાયદેસર પ્રવળત્તિઓ પણ થતી હતી. આ વિસ્‍તારમાંથી લોકોને હટાવવામાં નહીં આવે તો ભવિષ્‍યમાં દેશની સુરક્ષાનો પ્રશ્‍ન ઉભો થશે. હાલમાં સુત્રાપાડા બંદરને વિકસાવવાનો પ્રોજેકટ ફિશરીઝ હાર્બર બંદરની કરવામાં આવી રહેલ છે તો તેમાં પણ આ લોકો બાધા રૂપ બની શકે તેમ છે તો આ લોકોને હટાવવા સુત્રાપાડા બંદરના સરપંચ એચ જે ફુલબારીયા અને અન્‍ય આગેવાનો દ્વારા એસડીએમ ગીર સોમનાથ,પીઆઇ આઈ બી ગીર સોમનાથ ,સુત્રાપાડા મામલતદારને લેખિતમાં રજુઆત કરવામાં આવેલ છે અને આ બિનકાયદેસર રહેણાંક વિસ્‍તાર ખાલી કરાવવા માંગણી કરવામાં આવેલ છે. (તસ્‍વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(10:43 am IST)