Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પોરબંદરમાં અમૃતલાલ થાનકી પરિવાર દ્વારા બુધવારથી ભાગવત કથા જ્ઞાનયજ્ઞ

રાજકોટવાળા શાષાી કૃષ્‍ણકાંત ત્રિવેદી કથાશ્રવણ કરાવશે

રાજકોટ,તા. ૨૦ : મૂળ પોરબંદરના વતની અને હાલ દુબઇ સ્‍થિત અમૃતલાલ વશરામભાઇ થાનકી (મો. ૯૫૮૬૨ ૬૨૦૧૨) તથા ચેતનભાઇ અને અજયભાઇ થાનકી પરિવાર દ્વારા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે બરડાઇ બ્રહ્મસમાજ કોરીવાડ, બ્‍લોક નં. ૧,૨,૩ પોરબંદર ખાતે તા. ૨૨ બુધવારથી તા. ૨૮ માર્ચ મંગળવાર સુધી શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું રૂડુ આયોજન કરાયેલ છે. જેમાં વ્‍યાસાસને રાજકોટ નિવાસી સુપ્રસિધ્‍ધ કથાકાર શાષાી શ્રી કૃષ્‍ણકાંતભાઇ ત્રિવેદી બિરાજી કથા શ્રવણ કરાવશે.

કથા પ્રારંભે પોથીયાત્રા બુધવારે બપોરે ૨:૩૦ કલાકે રામધૂન મંદિરથી પ્રસ્‍થાન કરી કથા સ્‍થળે જશે. રામ જન્‍મ તા. ૨૫ સાંજે ૫ વાગ્‍યે અને નંદોત્‍સવ તે જ દિવસે સાંજે ૫:૩૦ વાગ્‍યે ઉજવાશે. ગોવધર્નન ઉત્‍સવ તા. ૨૬ સાંજે ૬ વાગ્‍યે રાખેલ છે. તે જ દિવસે બપોરે ૧૨:૩૦ વાગ્‍યે યમુના મહારાણીનો લોટી ઉત્‍સવ ઉજવાશે. રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ તા. ૨૭ સાંજે ૫ વાગ્‍યે થશે. કથા વિરામ તા. ૨૮મીએ મંગળવારે સાંજે ૫:૩૦ વાગ્‍યે થશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ નો છે. બન્‍ને સમય મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે. ભાવિકોને આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા થાનકી પરિવારે ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

(10:43 am IST)