Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જસદણના પાંચવડામાં ટાઢાણી પરિવાર દ્વારા ભાગવત કથા : ડાયરો-સર્વરોગ કેમ્‍પનું આયોજન

વકતા પીયૂષપ્રસાદ વ્‍યાસ : રાજકોટની જશાણી બેંકના સહયોગથી રકતદાન કેમ્‍પ

રાજકોટ,તા. ૨૦ : જસદણ તાલુકાના પાંચવડા ગામમાં ભદ્રાવતી નદીના કાંઠે બસ સ્‍ટેન્‍ડ પાસે, ગ્રામ પંચાયત સામે ટાઢાણી પરિવાર દ્વારા સ્‍વ.મુકતાબેન મનસુખભાઇ ટાઢાણી અને સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે તા. ૨૨ થી ૨૮ માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે. જેના વ્‍યાસાસનેથી સાણથલીવાળા શાષાી શ્રી પીયૂષપ્રસાદ ગિરીશભાઇ વ્‍યાસ મધુર શૈલીમાં કથા શ્રવણ કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૮ થી ૧૧:૩૦ અને બપોરે ૩ થી ૬ વાગ્‍યા સુધીનો રહેશે.

કથાના પ્રારંભે તા. ૨૨ બુધવારે સવારે ૯ વાગ્‍યે પોથીયાત્રા નીકળશે. બીજા દિવસે તા. ૨૩મીએ કપિલ જન્‍મ, તા. ૨૫ શનિવારે બપોરે ૧૨ વાગ્‍યે રામજન્‍મ અને સાંજે ૬ વાગ્‍યે કૃષ્‍ણ જન્‍મ પ્રસંગ ઉજવાશે. તા. ૨૬ સાંજે ૫ વાગ્‍યે કૃષ્‍ણ-રૂક્ષ્મણી વિવાહ રાખેલ છે. તા. ૨૮મીએ કથા વિરામ થશે.

ભાગવત કથા નિમિતે તા. ૨૩મીએ રાત્રે ૮ વાગ્‍યે મહારાસ ગરબા, તા. ૨૫મીના સવારે ૮ થી ૧ રાજકોટની જશાણી બ્‍લડ બેંકના સહયોગથી રકતદાન શિબીર, તા. ૨૬મીએ રવિવારે સવારે ૮ થી ૧ કે.ડી.પરવાડિયા હોસ્‍પિટલ, આટકોટના સહકારથી નિઃશુલ્‍ક મેડીકલ ચેકઅપ અને સર્વરોગ નિદાન કેમ્‍પ રાખેલ છે. જેમાં હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો. ભરત બોઘરા સહયોગી બન્‍યા છે. તે જ દિવસે ૨૬મીએ રાત્રે ૯ વાગ્‍યે લોકડાયરો યોજાશે. જેમાં યોગીતાબેન પટેલ, મિલન તળાવિયા, નેન્‍સી પટેલ વગેરે કલાકારો ભાગ લેશે.

આપણો સાંસ્‍કૃતિક વારસો અને વડવાઓના જીવનમાંથી પ્રેરણા લઇને ગૌસેવા-પ્રભુ સેવા-માનવ સેવાના કાર્યને આગળ વધારવા માટે પાંચવડા ગામના આંગણે ટાઢાણી પરિવાર દ્વારા આયોજીત સ્‍વ.મુકતાબેન મનસુખભાઇ ટાઢાણી તથા ટાઢાણી પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્‍તાહ દરમ્‍યાન સેવાકીય, અલૌકિક-દિવ્‍ય ઉત્‍સવો, પાવનકારી દિવસો દ્વારા આવેલું દાન ગૌ-સેવા માટે નકળંગ ગૌ-શાળા-પાંચવડા તેમજ માનવ સેવાના કાર્ય માટે શ્રી કે.ડી.પી. હોસ્‍ટિલ -આટકોટમાં આપવામાં આવશે. તેમ જણાવ્‍યું છે.

મનસુખભાઇ દેવરાજભાઇ ટાઢાણી તેમજ નિર્મળાબેન, કલ્‍પેશભાઇ, સાગરભાઇ અને સમસ્‍ત ટાઢાણી પરિવાર સૌ ધર્મપ્રેમીઓને કથા શ્રવણનો અને તે નિમિતે યોજાયેલા કાર્યક્રમોનો લાભ લેવા નિમંત્રણ પાઠવેલ છે.

(2:48 pm IST)