Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભાવનગરમાં ૧૩ હજારનો ગાંજો ઝડપાયો

ભાવનગર : એસ.ઓ.જી.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.બી.ભરવાડ તથા પો.સ.ઇ. આર.બી.વાધિયાના માર્ગદર્શન અનુસંધાને બાતમી આધારે, રૂતુરાજ કોમ્‍પલેક્ષ, ક્રેસન્‍ટ-હજુરીયા રોડ, પાસે એન.ડી.પી.એસ. અંગે રેઇડ કરતા એક શખ્‍સના કબ્‍જા માંથી સુકો ગાંજો વજન ૧ કિલો ૩૭૦ ગ્રામ કિ.રૂા.૧૩,૭૦૦ તથા મોબાઇલ ફોન-૨ કિં.રૂ.૨૫૦૦ આધારકાર્ડ, સહીત કુલ કિ.રૂા.૧૬,૨૦૦ ના મુદ્દામાલ સાથે રવિ ઉર્ફે શેરો નટુભાઇ બારૈયા ઉ.વ.૩૨ ઝડપી લઇ એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી. ગંગાજળીયા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજીસ્‍ટર કરાવેલ છે.

(10:41 am IST)