Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

તળાજામાં લીંબુના કિલોએ ૧૫૦ થઇ ગયા

સાતેક દિવસમાં જ ભાવ ૨૫૦/- થવાની વકીજૂજ ખેડૂતો પાસે જ લીંબુનો ફાલ હોય તેને બખ્‍ખા

(મેઘના વિપુલ હિરાણી દ્વાર) ભાવનગર,તા.૨૦ : ઉનાળામાં લીંબુનું પાણી પીવું હિતાવહ માનવામાં આવે છે.પરંતુ હાલ લીંબુ ના ભાવ સતત વધી રહ્યા છે અને હજુ વધુ વધશે.ભાવને લઈ લીંબુ ઐતહાસિક સપાટી વટાવશે તેવી શક્‍યતા તળાજાના લીંબુના વેપારીઓ વ્‍યક્‍ત કરી રહ્યા છે.જેને લઇ જે ખેડૂતો પાસે લીંબુ છે તેને મોટો આર્થિક ફાયદો થશે.

લીંબુ પીવાથી દાંત અને વાઘેલા ભાવને લઈ ખીસા ખાટા થઈ જાય તેટલા ભાવ હાલ તળાજામાં લીંબુ ના બોલાય રહ્યા છે. ઉનાળા માં લીંબુ સોડા,લીંબુ પાણી પીવામાં આવે છે.સરબત અને શેરડીના રસમાં પણ લીંબુ નો ઉપયોગ થાય છે બીજી તરફ ઉનાળા માંજ લીંબુની આવક ઓછી થાય છે.જેને લઇ ઉનાળામાં સ્‍વાભાવિક જ લીંબુના ભાવ વધતા હોય છે. પરંતુ હાલ લીંબુના ભાવ સાંભળતા જ દાંત ખાટા થઈ જાય છે.હાલ એક કિલોના ભાવ ૧૫૦ રૂપિયા છે.

આગામી સાતેક દિવસમાં જ ભાવ એક કિલોએ ૨૫૦ થઈ જાય તેમ છે.કિલો એ અઢીસો રૂપિયા ભાવ એ ઐતહાસિક ભાવ કહી શકાય.એકજ અઠવાડિયામાં કિલોએ એકસો રૂપિયા નો વધારો થવા પાછળ પવિત્ર રમજાન માસ બેસે એટલે લીંબુની માગમાં મોટો વધારો થતો હોયછે.હોલસેલ અને છૂટક વેપાર કરતા વેપારીઓના જણાવ્‍યા મુજબ હાલ તળાજા યાર્ડમાં જે લીંબુ આવે છે તે પાલીતાણા અને જેસર પંથકમાંથી આવે છે.તળાજામાં સ્‍થાનિક ખેડૂતો પાસે લીંબુનું હાલ ઉત્‍પાદન નથી. હાલ જે ખેડૂતો પાસે લીંબુ હશે તેને મોટો આર્થિક ફાયદો થશે.

(10:41 am IST)