Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જસદણમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સપ્‍તાહની ઉજવણી

જસદણ : જસદણ હરિબાપા કોલેજ ખાતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ યશવંતભાઈ જનાણી, હિંમતભાઈ લાબડીયા,  ડો. વિરડીયા તેમજ અતુલભાઇ જોશી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. જસદણ શહેર ભાજપના પીઢ આગેવાન ચંદુભાઈ કચ્‍છી, શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વક કારોબારી ચેરમેન જે.ડી. ઢોલરીયા, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ, વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર જીતેન્‍દ્રભાઈ છાયાણી, હિતેશભાઈ રબારી, હરિબપા કોલેજના પ્રિન્‍સીપાલ મનોજભાઈ ખૂટ,  જસદણ તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ પંકજભાઈ ચાવ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ, સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.  હરીબપા કોલેજના મેને. ટ્રસ્‍ટી અશોકભાઈ મહેતાના સહકારથી ગ્રાહક સુરક્ષા મંડળનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો દ્વારા ગ્રાહકોએ કેવો માલ ખરીદી કરવો, બિલ કઈ રીતે લેવું, કેવી ગુણવત્તાનો માલ લેવો, કોઈ વેપારી દુકાનદાર કે ઓનલાઇન વેપારી કોઈને છેતરે તો કઈ રીતે પોતાનું વળતર પાછું મેળવવું તે બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપેલ હતું  કાર્યક્રમનું સ્‍વાગત પ્રવચન પંકજભાઈ ચાવ દ્વારા કરવામાં આવેલ તેમજ આભાર વિધિ ચંદુભાઈ કચ્‍છી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : ધર્મેશ કલ્‍યાણી, જસદણ)

(10:40 am IST)