Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

દક્ષિણ આફ્રીકા ખાતે યોજાનાર G-20 સંમેલનમાં ભાગ લેશે ભાવનગરના યુવા ઉદ્યોગકાર નિશાંત ધોળકીયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર,તા.૨૦ : દક્ષિણ આફ્રીકાના જોનર્સ બર્ગ અને કેપટાઉન ખાતે આગામી તા.૨૬ થી તા.૨ એપ્રીલ દરમ્‍યાન G-20ની સમીટ ભારતના અધ્‍યક્ષતા નીચે યોજાનાર છે. આંતરરાષ્‍ટ્રીય પ્‍લેટફોર્મ પર યંગ ઇન્‍ટરપ્રેનર્સ એલાયન્‍સ (GEA)નાં દસ યુવા ઉદ્યોગકારો દેશમાંથી ભાગ લેવા દક્ષિણ આફ્રીકા જશે. જેમાં ભાવનગરના નિશાંત ધોળકીયા જશે.  આફ્રીકાના રાજકીય અને ઉદ્યોગીક ક્ષેત્રના અગ્રણીઓ સાથે બંને દશો વચ્‍ચે સાધી શકતા વિકાસ પર વિચાર વિમર્શ કરશે તથા જુલાઇ ૨૦૨૩માં આપણા દેશમાં યોજાનાર G-20 સમીટ માટે આવવા આમંત્રણ પણ પઠવાશે. દક્ષિણ આફ્રિકા જઇ રહેલ ભાવનગરના નિશાંત ધોળકીયાને વિવિધક્ષેત્રના અગ્રણીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ.

(10:28 am IST)