Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ગારિયાધાર તાલુકામાં ડમરાળા ગામના પ્રકળતિ નેચરલ કલબની મહેનત રંગ લાવી

ગારીયાધાર,તા.૨૦ : ગારીયાધાર તાલુકા મા ચકલી બચાવો અભિયાનની શરૂઆત કરી લોક જાગળતિ નુ કામ કરનાર પ્રકળતિ નેચર કલબ ડમરાળાની. આ સંસ્‍થા દ્વારા ૨૦૧૧ થી સતત ગારીયાધાર તથા આજુબાજુના ગામોમા પાણીના કુંડા અને માળાનું વિતરણ કરવામા આવે છે.જેમાં સંસ્‍થા દ્વારા બાળકોને વેકેશનના સમય દરમિયાન ખાલી વેસ્‍ટ ખોખા ઓ માથી માળા બનાવરાવી ઘરે ઘરે વિતરણ કરાવીને બાળકો મા પણ સમાજદેહી સંસ્‍કારનું સિંચન કરવામા આવે છે તથા સંસ્‍થાના સદસ્‍યો જેવા કે કારખાના ના સંચાલકો, વકીલો, વેપારી મિત્રો વગેરેનો પુરતો આર્થિક સહયોગ મળી રહે છે. સંસ્‍થા દ્વારા વિનામૂલ્‍યે માટીના માળા તથા કુંડાના વિતરણ ની શરૂઆત થતા  અને સંસ્‍થા દવારા હીરા ના કારખાના તથા વિવિધ સરકારી કચેરીઓ, પોલીસ સ્‍ટેશન વગેરે મા વિનામુલ્‍યે વિતરણ કરવા મા આવે છે જેથી લોકો

મા આ બાબતે ખુબ જાગળતિ આવતા ,લોકો પણ પોતાની જાતે  પાણીના કુંડા ખરીદીને લગાવતા થયા છે તથા ડમરાળા તથા આજુ બાજુ ના ગામો મા એવુ એક પણ ઘર નહી મળે કે જ્‍યા પાણીનુ કુંડુ કે માળો જોવા ન મળે. છેલ્લા ૧૧ વર્ષ ના નિયમિત વિતરણ થકી લોકો મા આવેલ જાગળતિ ના હિસાબે શેષ થતી ચકલીઓ ની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પ્રકળતિ નેચર કલબ નુ સંચાલન ભાવેશભાઇ ઘેવરીયા (તલાટી કમ મંત્રી ) દ્વારા ખુબ સારી રીતે કરવામા આવી રહ્યુ છે.

(10:24 am IST)