Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

દામનગર મોર્ડન ગ્રીન સ્‍કૂલના છાત્રો મહિલા પુસ્‍તકાલયની મુલાકાતે

દામનગર :  જ્ઞાનકુંભમાં સમાવિષ્ટ મોર્ડન ગ્રીન સ્‍કૂલના છાત્રોએ વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્‍તકાલયની મુલાકત લીધી હતી. તાલુકા પ્રાથમિક શાળા નંબર ૧ મોર્ડન ગ્રીન સ્‍કૂલના ધોરણ આઠના વિદ્યાર્થી ઓએ  શહેરની SBI બેંક તેમજ મણીભાઈ સાર્વજનિક પુસ્‍તકાલય ટ્રસ્‍ટ સંચાલિત વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્‍તકાયની મુલાકત લીધી હતી. સાહિત્‍ય સંસ્‍થાના દરેક વિભાગો અને સંસ્‍થા દ્વારા થતી અનેકવિધ પ્રવળત્તિ નિહાળી પ્રભાવિત થઈ ખુશી વ્‍યક્‍ત કરી હતી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં હુન્નર કૌશલ્‍યનો વિકાસ થાય જીવન શિક્ષણથી અવગત થાય તેવા હેતુએ શાળાના આચાર્ય અને શાળા પરિવાર શિક્ષકો દ્વારા શહેરની વિવિધ કચેરીઓ સંસ્‍થાઓમાં થતી પ્રવળત્તિઓ પ્રત્‍યેક નિહાળી હતી. વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્‍તકાલય અને શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્‍તકાલયની મુલાકાત દરમ્‍યાન સંસ્‍થાની વ્‍યવસ્‍થા શક્‍તિ સ્‍વચ્‍છતા ગોઠવણ સહિતની બાબતોથી મુલાકાતીઓ ઉપર અમીટ છાપ છોડી જતી બેનમૂન સંસ્‍થાના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિતના ટ્રસ્‍ટીઓ અને કર્મચારી પ્રત્‍યે આભાર વ્‍યક્‍ત કરતા મુલાકાતીઓ ખુશી વ્‍યક્‍તિ કરી હતી.(તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(10:21 am IST)