Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભાવનગરના દિવ્‍યાંગ ખેલાડી શ્રી અલ્‍પેશભાઈ સુતરીયા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યા

(વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર તા. ૨૦ : ભાવનગરની હેડ પોસ્‍ટ ઓફિસમાં ફરજ બજાવતા શ્રી અલ્‍પેશભાઈ સુતરીયા અભય-સાદ સ્‍ટેડિયમ ઈન્‍દોર માં રમાયેલ નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટમાં ભાગ લીધો હતો જેમાંથી અલ્‍પેશભાઈ સુતરીયાએ બ્રોન્‍ઝ મેડલ જીતીને ચાલુ વર્ષમાં બીજું મેડલ પ્રાપ્ત કર્યું છે અલ્‍પેશભાઈ ૮૦% દિવ્‍યાંગતા ધરાવે છે અગાઉ તેઓ ફેબ્રુઆરી માસમાં આંતરરાષ્‍ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટમાં સિલ્‍વર જીત્‍યા પણ જીતી ચૂકયા છે.

ઈન્‍દોર ખાતે રમાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યા છે આ ટૂર્નામેન્‍ટમાં ભારતમાંથી કુલ ૨૧૩ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ટેબલ ટેનિસ એસોસીએશન ઓફ ભારત સરકાર દ્વારા મધ્‍ય પ્રદેશ એસોસિએશન ના સ્‍પોન્‍સરશીપથી આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલ્‍પેશભાઈ કેટેગરી એમ એસ-૧ માં કુલ નવ પ્‍લેયર હતા તેઓની વચ્‍ચે લીગ મેચ રમાયેલી હતી. આ લીગમાં દરેક પ્‍લેરો સામે રમવાનું હતું જેમાં અલ્‍પેશભાઈ એ  કુલ ચાર મેચ જીતેલ અને બે મેચ હારેલ તેથી પોઇન્‍ટ ના હિસાબે તેમને બોન્‍જ મેડલ પ્રાપ્ત થયો છે. તેઓએ  સંદીપ ડાંગી હરિયાણા, જેડી મદન કર્ણાટકા, મયંક શ્રીવાસ્‍તવ ઉત્તર પ્રદેશ, વિકાસ ચોટફુલે મધ્‍યપ્રદેશ દરેક રાજ્‍યના ખેલાડીઓને હરાવ્‍યા હતા. અગાઉ અલ્‍પેશભાઈ ઇજિપ્ત ખાતે રમાયેલ ઇન્‍ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટમાં ભાગ લઈને ગુજરાતને રીપ્રેસન્‍ટ કર્યું હતું. જેમાં કેટેગરી-૧ રમાયેલ મેચોમાં ઈજિપ્ત, સાઉથ આફ્રિકા, ફ્રાંસ, કજાકીસ્‍તાન જેવા દેશના ખેલાડીઓને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્‍યો હતો અને અંતિમ રાઉન્‍ડમાં અલ્‍પેશ ભાઈની હાર થઈ હતી પરંતુ સિલ્‍વર મેડલ જીત્‍યાંની ખુશી હતી.  શ્રી અલ્‍પેશભાઈ સુતરીયા ભાવનગરની હેડ પોસ્‍ટ ઓફિસમાં પોસ્‍ટલ આસિસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવે છે તેમજ  આંબાવાડી ખાતે આવેલ અપંગ પરિવાર કલ્‍યાણ કેન્‍દ્ર ખાતે ટેબલ ટેનિસની પ્રેક્‍ટિસ કરી રહ્યા છે

(11:31 am IST)