Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સર્વમાં સદભાવ એ મોટામાં મોટું દાન છે કામનાઓનો ત્‍યાગ એ મોટું તપ છે - પૂજ્‍ય સીતારામ બાપુ

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦ :  ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામે આવેલ ગોપાલ આશ્રમે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્‍સવ પૂજ્‍ય સંત શ્રી પુરૂષોત્તમદાસ બાપુ ની ૩૨મી પુણ્‍યતિથિ અને તે અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આજે વિરામ પામેલ અને ખૂબ ભવ્‍ય અને દિવ્‍ય રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

ગોપાલ આશ્રમના મહંત પૂજ્‍ય કળષ્‍ણદાસ બાપુ અને સેવક સમુદાયની સહિયારી કામગીરીથી આ ત્રિવિત કાર્યક્રમ સફળ થયો હતો આ કાર્યક્રમના હૃદયમાં  રહેલા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સમાપન કરતા પૂજા સીતારામ બાપુએ ઉપરોક્‍ત શબ્‍દો કહ્યા હતા. પ્રતિષ્‍ઠા ના આચાર્ય- ધર્મેશભાઈ દવે હતા. શ્રીમદ ભાગવત કથાના વક્‍તા પૂજ્‍ય સીતારામ બાપુએ સમગ્ર કથામાં વિવિધ સંતોના જીવન દર્શનથી આધ્‍યાત્‍મિકતા ની ખરી ઓળખ ‘ોતાજનોને આપી હતી.આ સમગ્ર કાર્યક્રમમાં પૂજ્‍ય પુરુષોત્તમદાસ બાપુ ના સેવક મંડળોએ ખૂબ મોટી સંખ્‍યામાં પધારીને સેવા આપી હતી તેમજ અનેક શાળાના વિદ્યાર્થીઓએ પણ પોતાના જીવનનું આધ્‍યાત્‍મિક ભાથુ સેવાથી બાંધ્‍યું હતું અનેક લોકોએ વિવિધ આરતી પોથી પૂજા અને પોથયાત્રાના યજમાન બનીને આ પવિત્ર કાર્યમાં પોતાની સેવા આપી હતી.કથા અને પ્રતિષ્‍ઠા ના કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ત્રણ દિવસ કલાકારોએ પધારી રાત્રે સંતવાણીનો કાર્યક્રમ આપેલ જેનું સંચાલન આશ્રમના સેવક અને લોક સાહિત્‍યકાર રમણીકભાઈ ધાંધલ્‍યાએ કર્યું હતું સમગ્ર  કાર્યક્રમનું સંચાલન અને સેવક મંડળ વતી આભાર દર્શન આશ્રમના સેવક અને નોટરી એડવોકેટ શરદ ભટ્ટે કર્યું હતું.

(10:17 am IST)