Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

મોરબી બાયપાસ રોડ પર સેર એ પંજાબ હોટલના પાર્કીંગમાથી કારની ચોરી

મોરબી મોરબી બાયપાસ રોડ પર સેર એ પંજાબ હોટલના પાર્કીંગ માથી કારની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
રાજકોટના રહેવાસી ગોવીંદભાઇ મુનાભાઇ પંચાલે બે અજાણ્યા શખ્શો વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ૧૭ના બપોરના બે વાગ્યાના સમયે મોરબી બાયપાસ રોડ, સેર-એ-પંજાબ હોટલના પાર્કીંગમાં રૂપિયા ૪,૦૦,૦૦૦ લાખની કિમતની  હુન્દાઇ કંપનીની ઓરા કાર GJ.03.ME.3337 પાર્ક કરી હતી. જેની બે અજાણ્યા ઇસમે ચોરી કરી હતી.જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:07 pm IST)