Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

મોટી પાનેલી-ખારચીયા વચ્ચે પોલીસની જીપ-ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતઃ કોન્સ્ટેબલ અને કેદી સહિત ૧૨ને ઇજા

ઉપલેટા તા.૨૦: તાલુકાના મોટી પાનેલી અને ખારચીયા વચ્ચે કાલે સાંજે પોલીસની જીપ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૩ પોલીસ કર્મી સહીત ૧૨ લોકોને ઇજાઓ થઇ હતી.

મળતી માહીતી મુજબ જામજોધપુર પોલીસ સ્ટેશનની જીપ નંબર GJ 10 GA 0049  આજે સાંજે જેતપુરથી એક કેદીનો કબજો લઇને જામજોધપુરજઇ રહ્યા હતા ત્યારે જામજોધપુરથી સુરત જઇ રહેલ મધુરમ ટ્રાવેલ્સની ખાનગી બસ નંબર GJ-3 AZ 5600 વાળી બસ ઉપલેટાના ખારચીયા અને મોટી પાનેલી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમા પોલીસ હેડ કોન્સ.દેવાયતભાઇ રાણાભાઇ આહિર ઉ.વ.૪૫ અને બે પોલીસ કોન્સ્ટેબલ તથા કેદી તેમજ બસના ડ્રાઇવર અને મુસાફરો સહીત ૧૨ જેટલા લોકોને નાની મોટી સામાન્ય ઇજાઓ થઇ હતી. જેમને સારવાર અર્થે જામજોધપુર ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે જાનહાની ટળી હતી.

જામજોધપુર પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર હેડ.કોન્સ. દેવાયતભાઇ આહિરને ફેકચર જેવી ઇજા થતા વધુ સારવાર અર્થે જામનગર જી.જી.હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વધુ તપાસ ભાયાવદર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

(11:41 am IST)