Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

જૂનાગઢમાં લગ્ન પ્રસંગે ૩૦થી વધુ વખત થયાનો વિડીયો વાઇરલ

જૂનાગઢ તા.૨૦:જૂનાગઢમાં લગ્ન પ્રસંગે યોજાયેલા  લોકડાયરા દરમ્યાન ૩૦ થી વધુ વખત ફાયરીંગ થયાનો વિડીયો વાયરલ થયો હોવાનું સામે આવ્યુ છે.આ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે જૂનાગઢમાં ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા એક લગ્ન પ્રસંગે સંગીત સંધ્યામાં એક લોકડાયરાનું આયોજન કરાયુ હતું. જેમાં ૩ થી ૪ વ્યકિત દ્વારા હવામાં ફાયરીંગ કરવામાં આવ્યુ હોય તેવુ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. આ વિડીયોમાં રૂપિયાના વરસાદ સાથે ફાયરીંગ પર કરવામાં આવી રહ્યુ હોવાનું સામે આવેલ છે. આ તકે ૩૦થી વધુ વખત ફાયરીંગ થયાની ચર્ચા છે. ક્ષત્રિય સમાજ દ્વારા એકાદ મહિના અગાઉ જૂનાગઢમાં ખલીલપુર રોડ પર આવેલ એક ફાર્મ ખાતે લગ્ન પ્રસંગ યોજાયો હતો. દરમ્યાન કિર્તીદાન ગઢવીનો સંપર્ક કરવા પ્રયત્ન કરતા તેઓ મળી શકયા ન હતા.(૨-૧૫) 

(4:24 pm IST)