Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

સાવરકુંડલાઃ પાણીની અછતવાળા વિસ્તારોમાં બોર બનાવવાની કામગીરી શરૂ કરવા માંગણી

ધારાસભ્ય ગ્યાસુદીન શેખની સંકલન સમિતીમા રજૂઆત

સાવરકુંડલા તા.૨૦: મ્યુનિ. કમિશનરશ્રીની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઉસ્માનપુરા પશ્ચિમઝોન કચેરી ખાતે ધારાસભ્યો અને સંસદ સભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી. સંકલન સમિતિમાં ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે નીચે જણાવેલ મુદ્દાઓની રજુઆત કરી હતી.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ કે હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે. તેવા જ સમયે સમગ્ર અમદાવાદ શહેર સહિત કોટ વિસ્તારમાં પૂરતા પ્રેશરથી શુદ્ધ પાણી ન મળતુ હોવાની બૂમરાડ થવા પામી છે. તથા ડ્રેનેજ પાણીની લાઇનો સાથે મિશ્રિત થઇ જવાને કારણે અપૂરતા પ્રેશરથી પ્રદૂષિત પાણી આવવાની ફરિયાદોથી જનતા ત્રાહિમામપોકારી ગઇ છે. આગામી ઉનાળાના દિવસોમાં પાણી બાબતે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી ચોક્કસ શકયતા દેખાઇ રહી છે. માટે અમદાવાદ અને કોટવિસ્તારના નાગરિકોને પૂરતા પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે યુદ્ધના ધોરણે પાણીની કાયમી અછત ધરાવતા વિસ્તારોને પાણી સપ્લાય ગુરૂ પાડી શકાય તે માટે પાણીની અછત ધરાવતા વિસ્તારોની જરૂરિયાતને પહોંચી વળવા બોર બનાવવાની કામગીરી શરૂ કરવી જોઇએ.

અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશનની નિષ્કાળજીને પરિણામે વોટર પંપીગ સ્ટેશન તથા ડ્રેનેજ પંપીગ સ્ટેશન સમયસર ચાલુ કરવામાં આવતા નથી. તેનાથી જરૂરિયાત મુજબ પંપીગ સ્ટેશનની ટાંકીઓ ભરાતી નથી અને ડ્રેનેજ પંપીગ સ્ટેશન સમયસર ચાલુ ન થવાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા વારંવાર ઉદભવી રહી છે.

શ્રી શેખે કાલુપુર વોર્ડમાં આવેલ સોદાગરની પોળના નાકે આવેલ મ્યુનિ. કોર્પો.ની માલિકીની ખંડેર મિલકતમાં રીનોવેશન કરી તાત્કાલિક ડિસ્પેન્સરી શરૂ કરવાની માંગણી કરી હતી.

હાલ કાલુપુર-ખાડિયા વોર્ડમાં ખોડી આંબલી સબ મસ્ટર સ્ટેશનને પાંચકુવા ખાતે ખસેડવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જુના કાલુપુર વોર્ડના ૪૮૦૦૦ મતદારો વસવાટ કરતા હોઇ તેઓને તકલીફ પડી શકે તેમહોઇ ખોડી આંબલી વિસ્તારમાં જ સબ મસ્ટર સ્ટેશન ચાલુ રાખવા રજુઆત કરી હતી.

(1:10 pm IST)