Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

અમરેલીઃ NCUIની દિલ્હીમાં ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ગવર્નીંગ કાઉન્સિલની મીટીંગ યોજાઇ

વિવિધ કમીટીઓની રચના, કોર્પોરેટ એજયુકેશનમાં દિપકભાઇ માલાણી, મહિલા સશકિતકરણમા કુ. ભાવનાબેન ગોંડલીયાની હેટ્રીક

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૦ :.. દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા એનસીયુઆઇ ની પ્રથમ ગર્વનીંગ કાઉન્સિલની મીટીંગ દિલ્હી મુકામે ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં વિવિધ કમીટીઓની રચના કરવામાં આવેલ હતી.

ચેરમેન તરીકેના પદભાર સાથેની સંઘાણીની આ પ્રથમ મીટીંગ હોઇ, સૌ પ્રતિ આભારની લાગણી વ્યકત કરવામાં આવેલ સાથોસાથ કોરોના મહામારીમાં સરકારશ્રીના નિતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, અંતર જાળવવા અપીલ કરવામાં આવી હતી.

આજે યોજાયેલ કાઉન્સિલ મીટીંગમાં કમીટીની રચનાઓ કરવામાં આવેલ જેમાં કોર્પોરેશન એજયુકેશન કમીટીના ચેરમેન તરીકે દિપકભાઇ માલાણીની નિમણુંક કરવામાં આવેલ જયારે મહિલા સંગઠન  - સશકિતકરણ કમીટીના ચેરમેન તરીકે કુ. ભાવનાબેન ગોંડલીયાની નિમણુંક કરવામાં આવેલ આ સ્થાન પર ગોંડલીયા ત્રીજી ટર્મ નિમણુંક પાત્ર થયા છે. આ તકે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી, જીલ્લા બેંકના જનરલ મેનેજર-સી.ઇ.ઓ. બી. કેસ. કોઠીયા, આસી. જનરલ મેનેજર અશોકભાઇ ગોંડલીયા, રાજેશભાઇ માંગરોળીયા સહિત સૌએ સમિતિઓની રચના અને નિર્ણયોને આવકારી અભિનંદન પાઠવ્યાનું જણાવાયેલુ છે.

(12:58 pm IST)
  • આજે પ્રથમ દિવસે નવા પ્રમુખ શું કરશે? : ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ‘મુસ્લિમ ટ્રાવેલ બાન’ અને સરહદી દિવાલના ચણતરનો જા બાયડન ચાર્જ સંભાળતા વેત પ્રથમ દિવસે અંત લાવે તેવી સંભાવના access_time 5:09 pm IST

  • ભારતે મોકલેલ વેક્સીનનો જથ્થો ભૂટાનમાં આવી પહોંચ્યો access_time 5:09 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,183 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,10,632 થઇ :એક્ટિવ કેસ 1,90,498 થયા: વધુ 17,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,62,843 થયા :વધુ 132 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,886 થયા access_time 1:13 am IST