Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

હળવદમાં રબારી પરિવારના વિહોત માતાજીના મંદિરે મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા

હળવદ :  ધાંગધ્રા દરવાજા અંદર રબારી વાસમાં બાર પરિવારના વિહોત માતાજીના મંદિર ખાતે નવનિર્મિત નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો શ્રી વિહોત માતાજી શ્રી સિકોતર માતાજી શ્રી મેલડી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી વિહોત માતાના મઢ માટે સ્વ.ગોકળભાઈ અરજણભાઈ બાર એ માતાજીના મઢ માટે ભૂમિ નું દાન આશરે ૩૩ વાર જમીન નું દાન કર્યું તેમજ સ્વ. બળદેવભાઈ જેહાભાઈહબાર એ માતાજીના મઢ માટે ભૂમિનું દાન આશરે ૩૩ વાર જમીનનું દાન કર્યું તેમજ કરણભાઈ તેજાભાઈ તથા તેમના દીકરા અજમલભાઈ તથા ભવાનીભાઈ એ મંદિર માટે કોતરણી કામ દ્યુમ્મટ સહિતના કામોના મુખ્ય દાતા બન્યા હતા મુખ્ય પાટલા યજમાન પ્રવીણભાઈ ગોકળભાઈ બાર તથા ધન્યવાસના યજમાન સ્વ છગનભાઈ રાજાભાઈ તથા ધજા દંડ ઈડુના યજમાન ભરતભાઈ ગોકળભાઈ તથા માતાજીના વાદ્ય અને શણગાર ના યજમાન જેસીંગભાઇ ગાડુંભાઈ તથા મુખ્ય આરતી ના યજમાન પ્રતાપભાઈ ગાડુંભાઈ તથા માતાજી ના દ્વાર ખોલવા ના યજમાન મેરુ બળદેવભાઈ રહેલા માતાજીના આ રૂડા પ્રસંગે દુધઈ વડવાળા મંદિરના મહંત રામબાલકદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે શાસ્ત્રી તરીકે પ્રકાશભાઈ એમ.જોષી સેવા આપી હતી વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય અને ભકિતમય બન્યું હતું આ પ્રસંગે હળવદના વિહોત માતાજીના કર ના ભુવાજી ઝાઝણભાઈ હીરાભાઈ તથા ચાંદલીયા ભુવાજી જયેશભાઈ વિભાભાઈ સહિતના ભુવાજી એ બારપરિવારોને આશિર્વચન પાઠવ્યા હતા આ ધર્મ કાર્ય ને સફળ બનાવવા રબારી બાર પરિવારના સભ્યો તથા ભાણેજો સહિતના સભ્યોએ જહેમત હતી (તસ્વીર : હરીશ રબારી, હળવદ)

(10:29 am IST)