Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

મોટીપાનેલીમાં ધાનાણીનું સ્વાગત

મોટીપાનેલી તા.૨૦ : આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પહેલીવાર ઉપલેટા તાલુકાના ગામડામાં લોક સંપર્ક કાર્યક્રમ અંતર્ગત ગામડાના ખેડૂતો વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિઓ થી અવગત કરાવેલ ત્યારે તાલુકાના પાનેલી મોટી ગામમાં પરેશ ધાનાણી નું સ્વાગત કરવામાં આવેલ હતું તેમનું મુખ્ય રોડ ઉપરથી કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ સરઘસ રૂપેં સ્વાગત કરી અત્રેના લેઉવાપટેલ સમાજ ખાતે કાર્યકરો અને ખેડૂતો સાથે સરકારની ખેડૂત વિરોધી નીતિઓ થી સર્વો ને વાકેફ કરી સરકારના કૃષિ બિલનો વિરોધ કરવા આહવાન કરેલ અને તેના માટે આગામી બાવીસ તારીખના રાજકોટના કિસાન સંમેલનમાઁ ઉમટી પડવા હાકલ કરી હતી.

સાથેજ તાલુકાના ધારાસભ્ય લલિત વસોયાએ સરકારની કમજોરી ગણાવતા ગરીબોને સરકાર લૂંટી પુંજીપતિઓ ને ખોળે બેઠી હોવાનું જણાવ્યું હતું મોંઘવારી ને લીધે ગૃહિણીઓ નું બજેટ ખોરવાઈ ગયું છે ગેસના બાટલાની સબસીડી છીનવી ઉદ્યોગપતિઓ ને કમાણી કરાવતી સરકારને આગામી ચૂંટણીમાઁ જાકારો આપવા કોંગ્રેસને સાથ આપવાની વાત કરી હતી સાથેજ જિલ્લા પ્રમુખ હિતેષભાઇ વોરાએ પણ સરકાર યુવાનો પાસેથી રોજગારી છીનવી રહી હોવાની વાત કરેલ તાલુકા પંચાયત ના પ્રમુખ લાખાભાઇ ડાંગરની વાતમાઁ જણાવેલ કે ઉપલેટામાઁ કોંગ્રેસની તાલુકા પંચાયત નથી પણ ગરીબો મજબુર લોકોની પંચાયત છે અને માટેજ લોકો કોંગ્રેસના હાથ મજબૂત કરી રહ્યા છે મોટી પાનેલી કોંગ્રેસના આગેવાન જતીનભાઈ ભાલોડીયાએ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી નું હળ આપીને સન્માન કરતા હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો અને જય જવાન જય કિસાન ના નારા લાગ્યા હતા આ તકે ઉપલેટા શહેર પ્રમુખ કૃષ્નકાંત ચોટાઈ સાથે તાલુકાના આગેવાનો તેમજ મોટી પાનેલી સરપંચ  મનુભાઈ ભાલોડીયા અનિલભાઈ ચાડસનીયા રતિભાઈ ઠેડાભાઈ રબારી બાલુભાઈ કોળી દિનેશભાઇ વેકરીયા નામોરી વગેરે કાર્યકરો સાથે બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

(10:27 am IST)
  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST

  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST

  • કોગ્રેસની વકૅ કમીટીની બેઠક ૨૨ જાન્યુઆરીએ ઈન્ટરનેટ થ્રુ મળશે access_time 5:34 pm IST