Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

દેવભૂમિ દ્વારકાના કુ રંગા સ્થિત RSPL ઘડી કંપનીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું

દ્વારકા નજીક ઘણા લાંબા સમય બાદ એક ઉધોગિક કંપની બની છે ત્યારે આ ઉધોગીક કંપની RSPL ઘડીના સોડા એશ પ્લાન્ટ નું આજે દ્વારકા અને જામનગરના સાંસદ  પૂનમબેન માડમ ,  પબુભા માણેક સહિતના રાજકીય અગ્રણીઓ અને દ્વારકા કલેકટર સહિત અનેક સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ પ્લાન્ટનું ઇ - લોકાર્પણ કર્યું હતું.

 આર.એસ.પી.એલ ઘડી કંપની દ્વારા કોરોના સમય દરમિયાન કરેલ કામગીરી સહિત  અનેક સરાહનીય કામગીરીને ઉપસ્થિત કલેકટર નરેન્દ્ર કુમાર મીના , સાંસદ પૂનમ બેન માડમ અને પબુભા માણેક દ્વારા બિરદાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ખાસ કરીને rspl ઘડી કંપનીના ચેરમેન મુરલીધરજી જ્ઞાનચંદાની જી , વાઇસ ચેરમેન બીમલ જ્ઞાન ચંદાની જી , ડાયરેક્ટર મનોજ જ્ઞાનચંદાની જી , ડાયરેકટર રોહિત જ્ઞાનચંદાનીજી અને જોઇન્ટ એમ. ડી. રાહુલ જ્ઞાનચંદાની જી એ વર્ચ્યુઅલ હાજરી તથા ટિંકુ છાબરા જી , તેજ મલોહત્રાજી , વિનોદ શુક્લાજી,હરીશ રામચંદાનીએ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી.

(7:02 pm IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,566 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05,96,228 થઇ :એક્ટિવ કેસ 1,94,247 થયા: વધુ 16,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,44,839 થયા :વધુ 154 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,747 થયા access_time 1:03 am IST

  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST

  • પશ્ચિમ બંગાળના શાંતીપૂર્ણ ધારાસભ્ય અરીન્દમ ભટ્ટાચાર્ય ભાજપમાં દાખલ થઈ ગયા : તેમણે કહ્નાં કે પશ્ચિમ બંગાળના યુવાનોનુ અત્યારે કોઈ ભવિષ્ય નથી અને અત્યારે તેમની પાસે કોઈ કામ નથી access_time 5:42 pm IST