Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખંભાળિયાની કચેરીના શિક્ષક અને તેનો પુત્ર 55 હજારની લાંચ લેતા ઝડપાયા

શિક્ષકનો પુત્ર રાજકોટમાં ક્રિસ્ટલ મોલની પાછળ લાંચ લેતા પકડાયો:તેના પિતાની ખંભાળીયાથી ધરપકડ. એક શિક્ષકની જામનગર જિલ્લામાં બદલી કરવા માટે માગી હતી લાંચ

ખંભાળિયા : ખંભાળિયા ખાતેની પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના શિક્ષક અને તેનો પુત્ર 55 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો છે

   આ કામના ફરિયાદીના બહેન ખંભાળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને તેઓની બદલી જામનગર જિલ્લા થયેલ હોય પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં બદલીના હુકમનો અમલ થતો ન હોય આરોપીએ અમલ કરાવી આપવા ફરિયાદી પાસે ૭૦૦૦૦ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ ૫૫૦૦૦ આપવાનું નક્કી કરેલ પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચ ના  છટકુ આયોજન કરેલ અને ફરિયાદી પાસેથી કચેરીના શિક્ષક રોશનભાઈ જશુભાઈ પટેલ વતી તેનો પુત્ર જીનલ રોશનભાઈ પટેલ  લાંચની રકમ સ્વીકારતા રાજકોટના જ્યોતિનગર મેઈન રોડ પરની ફરિયાદીની ઓફિસમાંથી પકડાઈ ગયો હતો

 

(11:48 pm IST)