Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

રાજુલાના પોલીસકર્મી અને બુટલેગરનો વિડિઓ વાયરલ : પોલીસકર્મી હરદેવસિંહ જાડેજાને પાણીચું પકડાવતા એસપી

વીડિયો કેટલો જૂનો છે એ અંગે એફએસએલમાં ખરાઈ કરવાની કાર્યવાહી શરૂ

અમરેલીના રાજુલા પોલીસ સ્ટેશનના કર્મચારી હરદેવસિંહ જાડેજાનો બુટલેગર સાથેની વાતચીતનો વીડિયો વાયરલ થયા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી

  વાયરલ થયેલા વીડિયોમાં હરદેવસિંહ બુટલેગરને દારૂના સ્ટેન્ડ આપ્યા હોવાની ડંફાસ મારે છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે આ વીડિયો પ્રેસ એલસીબી ગ્રુપમાં શેર કર્યો હતો. તેમજ વીડિયો અંગે કાર્યવાહી કરવાની પુષ્ટિ કરી હતી.

   વિડીઓમાં ખુલ્લેઆમ બુટલેગરને દારૂના સ્ટેન્ડ આપ્યા હોવાનું જણાવી પોલીસ તંત્રનું મોરલ ડાઉન કરતા હરદેવસિંહ જાડેજાને તંત્રએ પાણીયું પકડાવી દીધું છે. પોલીસે હાલ આ વીડિયો કેટલો જૂનો છે એ અંગે એફએસએલમાં ખરાઈ કરવાની કાર્યવાહી શરૂ કરીને હાલ રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(10:07 pm IST)