Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

જુનાગઢમાં મુસ્લિમ યુવકની સર્તકતાથી વિપ્ર સગીરાનો જીવ ઉગરી ગયો

પારિવારીક સમસ્યાથી આપઘાતનું વિચારેલ

જુનાગઢ, તા. ૧૯: જુનાગઢમાં મુસ્લિમ યુવકની સર્તકતા વિપ્ર સગીરાનો જીવ ઉગરી ગયો હતો.

આ અંગે જાણવા મળેલી વિગતો એવી છે કે, જુનાગઢના એક વિપ્ર પરિવારની સગીર વયની પુત્રી પારિવારિક સમસ્યાથી તંત્ર આવી આપઘાત કરવાનું વિચારતી હતી.

દરમ્યાનમાં સગીરા તેની મુસ્લિમ બહેનપણીને ત્યાં ગઇ હતી. ત્યારે આ બાબતની જાણ થતાં હમીદખાન ઉર્ફે મુન્ના ઓસમાણભાઇ પઠાણે આ સગીરાને બચાવી લઇ ધારાસભ્ય ભીખાભાઇ જોશીના પુત્ર મનોજેભાઇને જાણ કરેલ.

બાદમાં આ અંગેની જાણ થતાં બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ મંત્રી પી.સી. ભટ્ટૃના માર્ગદર્શન હેઠળ ભાવેશ બોરીચાંગર, જીત તેરૈયા, તુષાર મહેતા, ભાવીન ઓઝા, ધવલ વ્યાસ અને ગીતાબેન જોશીએ ૧૮૧ ની ટીમની મદદ લીધી હતી. 

જેના પગલે કાઉન્સીલર સંધ્યાબેન ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ કોમલબેન ખુમાણ સગીરા પાસે પહોંચ્યા હતા આ સમજાવટથી દિકરીને પરત લઇ આવ્યા હતા.

જો કે, સગીરાને તેના પરિવાર સાથે રહેવું ન હોય આથી તેણીને ચિલ્ડ્રન ફોર ગર્લ્સ હોમનાં અધિક્ષક પુજાબેન ભટ્ટને સોંપી શિશુ મંગલ સંસ્થામાં મોકલી આપવામાં આવી હતી.

(4:02 pm IST)