Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અલંગમાં લાકડાની પેટીઓની આડમાં છુપાવેલ રૂ.૬ લાખના દારૂ સાથે ૩ ઝડપાયા

ભાવનગર, તા.૧૯:  ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સધ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બારઙ્ગ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર ની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત મોડી રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે અલંગ મરીન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી તથા સ્ટાફના માણસોએ અલંગ ગામ ધાર વાડી વિસ્તાર, રાજુભાઇ માલપાણી વાળાના ખાડાના મેઇન ગેઇટ પાસે, આઇસર રજી.નં.જીજે-૦૪-એકસ-૮૯૦૧ માં લાકડાની પેટીની છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ- ૧૬૬, બોટલ નંગ-૧૯૯૨ કિ.રૂ.૫,૯૭,૬૦૦/- તથા આઇશર તથા સ્વીફટ કાર તથા મોબાઇલ ફોન-૩ સહિત કૂલ કી.રુ. ૧૧,૫૩,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ (૧) અરવિંદભાઇ રૂપાભાઇ દિહોરા જાતે.કોળી ઉવ.૩૨ ધંધો.વેપાર રહે.અલંગ ગામ, ધાર વાડી વિસ્તાર, તા.તળાજા, તથા (૨) રવુભા મહીપતસિંહ ગોહીલ જાતે.દરબાર ઉવ.૩૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.કઠવા ગામ, કેનાલ કાંઠે, તા.તળાજા (૩) રદ્યુવિરસિંહ અજીતસિંહ જાડેજા જાતે.દરબાર ઉવ.૨૨ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દરબારગઢ ફળીયું, મોટી સાંધવ ગામ, તા.અબડાસા, જી.કચ્છ-ભુજ વાળાને પકડી પાડેલ ત્રણેય ઇસમો તથા સદરહુ દારૂનો જથ્થો આપનાર ઇસમો સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બારઙ્ગ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર ની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા એઝાઝખાન પઠાણ તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી અલંગ મરીન પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એસ.ટી. મહેશ્વરી સાહેબ તથા સ્ટાફના હેડકોન્સ. દિનેશભાઇ માયડા તથા પો.કોન્સ. મયુરદીપસિંહ ગોહીલ તથા જગાભાઇ સોલંકી વિગેરે જોડાયા હતા.

(4:02 pm IST)