Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

ગોંડલના ચકચારી ડમીકાંડનો કાલે સિન્ડીકેટમાં ફેંસલો

ગોંડલ પરીક્ષામાં ગેરરીતિ સામે કાર્યવાહી નક્કી થશેઃ ૪ કોલેજોમાં ડીએમએલટી કોર્ષની મંજુરીઃ એસ્ટેટ ફાયનાન્સ કમિટીની ભલામણ

રાજકોટ, તા. ૧૯ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવતીકાલે સિન્ડીકેટની બેઠક મળનાર છે. જેમાં ચકચારી ગોંડલ ડમીકાંડ મામલે મહત્વનો નિર્ણય થનાર હોવાનું જાણવા મળે છે.

આવતીકાલે મળનારી સિન્ડીકેટની બેઠકમાં શ્રી એમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-ગોંડલ ખાતે તા. ૪ ડીસેમ્બરના બી.એ. સેમેસ્ટર-૧ ના પેપર નં.-૨ હિન્દી વિષયમાં વિદ્યાર્થી અલ્પેશ ઢોલરીયાના સ્થાને ડમી વિદ્યાર્થી બેસેલ હોવાનો આક્ષેપ અને એનએસયુઆઈએ યુનિવર્સિટીમાં કરેલ રજૂઆત બાદ હવે પગલા લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

સિન્ડીકેટની બેઠકમાં એસ્ટેટ કમિટી, ફાયનાન્સ કમિટી, એકેડેમીક કાઉન્સીલ, બીયુટીની ભલામણને મંજુરી અર્થે રજુ થનાર છે. યુનિવર્સિટીના ૮ ભવનોમાં ૧૧ માસ કરાર આધારીત એસોસીએટ અને આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા ભરવાની ચર્ચા થનાર હોવાનું જાણવા મળે છે.

સિન્ડીકેટની બેઠકમાં અમરેલીની નૂતન કોમર્સ કોલેજ, આટકોટની શિવલાલભાઈ વેકરીયા ઈન્સ્ટીટયુટ ઓફ પેરામેડીકલ ટેકનોલોજી ફોર વુમન, અર્પિત કોલેજ-હડાળા, કાબરીયા આર્ટસ, વઘાસીયા કોમર્સ અને સાયન્સ મહિલા કોલેજ-અમરેલી દ્વારા જૂન ૨૦૧૯થી નવા ડીએમએલટીના કોર્ષ મંજુર કરવા અંગે વિચારણા હાથ ધરાશે.

(3:49 pm IST)